<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

રાષ્‍ટ્રીય સુરક્ષા માટે સરહદી જિલ્લાઓમાં દબાણો, ગુન્‍હાખોરી પર આકરા પગલાંની રણનીતિ ઘડી છેઃ સાગર બાગમાર

ગુજરાતના તમામ સરહદી જિલ્લામાં સહુથી વધુ આક્રમક રીતે ગુજસીટોકનો અમલ કરનાર પૂર્વ કરછ એસપી, બોર્ડર વડા ચિરાગ કોરડીયાના માર્ગદર્શનમાં અંજાર પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અજયસિંહ ગોહિલ વિગેરે દ્વારા થયેલ કાર્યવાહીની ભીતરી કથા વર્ણવે છે ઓર્ગેનાઇડ ક્રાઇમ સિન્‍ડિકેટ તૈયાર કરી તે મુજબ ગુન્‍હાઓ આચરનાર સામે આક્રમક પગલા લેવા તમામને સ્‍પષ્ટ આદેશ અપાયા છે અને તે મુજબ કાર્યવાહી કેવી થયેલ છે, તેની અપડેટ મેળવવામાં આવે છે.

રાજકોટ, તા.૩૧: ગુજરાતના બોર્ડર જિલ્લાઓમાં રાષ્‍ટ્રીય સુરક્ષા કેન્‍દ્રમાં રાખી વિવિધ ગુનાઓ  કરતા આરોપીઓ ઉપર કંટ્રોલ રાખવા માટે માથાભારે અને ઝનુની ગુનેગારો વિરુદ્ધ આકરા પગલા ભરવા એક વિશેષ રણનીતિ બોર્ડર રેન્‍જ વડા ચિરાગ કોરડીયાજી સાથે ચર્ચા કરી તેમના માર્ગદર્શન મુજબ રણનીતિ બનાવી છે, જેમાં ગેર કાયદે ઊભા થતા દબાણો તોડી પાડવા હાર્ડ કોર ગુનેગારો સામે ગુજસી ટોક અંતર્ગત પગલાંઓ જેવો એક માસ્‍ટર પ્‍લાન તૈયાર કરેલ છે તેમ વિવિધ સરહદી રાજ્‍યોમાં સહુથી વધુ ગુજીસી ટોક અંતર્ગત કાર્યવાહી કરનાર કચ્‍છ પૂર્વ એસપી સાગર બાગમારે અકિલા સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્‍યું હતું.

બીજા સાથે મેળાપીપણુ કરી સાથે મળી “Organized Crime Syndicate” મુજબના ગુનાઓ આચ૨તા હોય તેવા ઇસમો ડે જેઓ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરીરીઝમ એન્‍ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્‍ટ ૨૦૧૫ મુજબના શિક્ષાને પાત્ર ગુનાની વ્‍યાખ્‍યામાં આવતા હોય તેવી સંગઠીત ટોળકીના સભ્‍ય વિરૂધ્‍ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચના અન્‍વયે અંજાર પોલીસ સ્‍ટેશન મુના-૧૧૯૯૩૦૦૩૨૬૦૦૪૭/૨૦૨૬ ભારતીય ન્‍યાય સંહિતાની કલમ-૩૦૯(૪),૧૧૮(૧),૧૧૮(૨), ૧૧૫(૨),૨૯૬(૨),૩૨૪(૪),૫૪ તથા જી.પી એકટ-૧૩૫ મુજબનો ગુનો બનેલ અને સદર ગુના ડામેના આરોપીઓ પૈકી (૧)ખુશાલ ૨મેશગ૨ ગૌસ્‍વામી ઉ.વ.૩૨ રહે-લખુબાપાનગર,મેઘપર બોરીચી તા-અંજાર કચ્‍છ મુળ રહે- ગણેશનગર ડોમર્સ કોલેજ રોડ ભુજ કચ્‍છ (૨) દેવાંગ દિલીપભાઈ ચાવડા ઉ.વ.૨૭ રહે-મ.નં.૨૧ જન્‍મોત્રી સોસાયટી અંજાર કચ્‍છ (૩) કિશોર ઉર્ફે રામ નાનુગર બાવા (ગુસાઈ) ઉ.વ.૨૧ રહે-કોર્ટની પાછળ પંજોરાપીર રોડ અનાદિ કુષ્‍ણ ના૨ાયણ મંદિર પાસે વિજયનગર અંજાર તા-અંજાર કચ્‍છ વાળાઓએ પુર્વ કચ્‍છ ગાંધીધામ વિસ્‍તારમાં અગાઉ એકબીજાની સાથે મેળાપીપણુ કરી, ટોળડી બનાવી, એકબીજાના સાગરીતો બની, એકબીજાના સંકલનમાં રહી, એકબિજાને દુત્‍પ્રેરણ કરી પોતાનો સમાન ઇરાદો પા૨ પાડવાની પ્રવળત્તિ સબબ સંગઠીત ગુનેગારોની ટોળકી નાઓએ “Organized Crime Syndicate” બનાવી અગાઉ લુંટ, પ્રોહી, એટ્રોસીટી એક્‍ટ, ઈજા તેમજ મારામારી જેવા ગંભીર પ્રકારના શરીર સબંધી ગુન્‍હાઓ સતત આચરતી ટોળકી આવા પ્રકારના અવાર નવાર ગુનાઓ આચરવામાં આવેલ હોવાની હકિકત તપાસ દરમ્‍યાન જણાઈ આવેલ હતી.

જે મુજબ અંજાર પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અજયસિંહ ગોહિલ તથા સ્‍ટાફ દ્વારા કાર્યવાહી કરતા અન્‍ય ગુનેગારો સાથે દેશ વિરોધી પ્રવળતિઓ કરતી સ્‍લીપર સેલ પણ પોલીસનો મિજાજ જોઈ પોતાની માયા ફેલાવતા પહેલા ૧૦૦ વખત વિચાર કરવો પડે તેવી પરિસ્‍થિતિ નિર્માણ થયેલ છે

(2:48 PM IST)