News of Saturday, 31st January 2026
આખુ સપ્તાહ ઠંડીમાં રાહત રહેશેઃ અશોકભાઇ પટેલ
લઘુત્તમ તાપમાન નોર્મલથી ઉંચુ રહેશે, હાલ લઘુત્તમ નોર્મલ તાપમાન ૧૨ થી ૧૪ ડીગ્રી ગણાય

આવતું આખુ અઠવાડીયું ઠંડીમાં રાહત રહેશે. તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે. તેમ વેધરએનાલીસ્ટ પટેલે જણાવ્યું છે.
ઉત્તર ગુજરાત અને કચ્છમાં નોર્મલ લઘુત્તમ તાપમાન આશરે ૧૨ડીગ્રી ગણાય, જ્યારે ગુજરાતના અન્ય વિસ્તારોમાં નોર્મલ લઘુત્તમ તાપમાન ૧૩.૫ડીગ્રી થી ૧૪ ડીગ્રી વચ્ચે ગણાય.
આજે ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ૨ડીગ્રી થી ૫ડીગ્રી વધુ નોંધાયું છે, જેનાથી રાત્રિ તથા વહેલી સવાર દરમિયાન ઠંડી ઓછી રહેતી હોવાનું સૂચવે છે.
આજે સવારે લઘુત્તમ તાપમાન અમદાવાદઃ ૧૮.૬ ડીગ્રી (સામાન્ય કરતાં ૫.૨ડીગ્રી વધુ) વડોદરાઃ૧૮.૪ (સામાન્ય કરતાં ૪.૨ ડીગ્રી વધુ) ભુજઃ ૧૪.૬ (સામાન્ય કરતાં ૨.૦ ડીગ્રી વધુ) રાજકોટઃ ૧૫.૮ (સામાન્ય કરતાં ૧.૯ ડીગ્રી વધુ) ડીસાઃ ૧૬.૮ (સામાન્ય કરતાં ૫.૮ ડીગ્રીવધુ)નોંધાયેલ.
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાત માટે તા.૧ થી ૭ ફેબ્રુઆરી સુધીની આગાહી કરતાં જણાવેલ કે આગાહી સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે.
આગાહી સમય દરમિયાન એક બે દિવસ લઘુત્તમ તાપમાનમાં આશરે ૧ડીગ્રી થી ૨ડિગ્રીનો થોડો ઘટાડો શક્ય છે, પરંતુ કુલ મળીને આ સમયગાળા માટે વધુ સેન્ટરો માં તાપમાન નોર્મલ કરતા ઉંચુ રહેવાની શક્યતા છે.
પવન મુખ્યત્વે ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશાથી ફૂંકાવાની શક્યતા છે.
પવનની ઝડપઃશરૂઆતમાં આશરે ૭ થી ૧૫ કિમી/કલાક રહેશે. જે ૨ થી ૪ ફેબ્રુઆરી દરમિયાન વધીને ૧૦ થી ૨૫ કિમી/કલાક સુધી પહોંચવાની શક્યતા બાકીના સમય માં આશરે ૭ થી ૧૫ કિમી/કલાક રહેશે.
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
