<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

તમારી ટ્રકોમાંથી પ્લાસ્ટિક વેસ્ટનું પાણી રસ્તા પર પડે છે, છે, પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. જો તમે પૈસા નહીં આપો તો હું મીડિયામાં આ વાતને વાયરલ કરીશ, સમાચાર છાપીશ,: વલસાડ જિલ્લાના વાપી શહેરમાં યુટ્યુબર યુનુસ દાઉદ શેખે મીડિયા અને સરકારી વિભાગના નામે ધમકી આપી એક ટ્રાન્સપોર્ટર પાસેથી હપ્તા પડાવ્યો

આરોપી એવા અન્ય વ્યવસાયીઓ પાસેથી પણ નાણાં વસૂલતા હોવાની શક્યતા છે અને તેની તપાસ ચાલુ છ પ્રેસ, મીડિયા, યુટ્યુબ કે સરકારી વિભાગના નામે કોઈ પણ ધમકી આપીને પૈસા માંગે તો ડર્યા વગર તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા અપીલ

વલસાડ તા.૩૧

વલસાડ જિલ્લાના વાપી શહેરમાં યુટ્યુબર યુનુસ દાઉદ શેખે મીડિયા અને સરકારી વિભાગના નામે ધમકી આપી એક ટ્રાન્સપોર્ટર પાસેથી હપ્તા પડાવ્યો હતો તે કિસ્સો સામે આવ્યો છે. પીડિત ટ્રાન્સપોર્ટર ઇદ્રીસ ઇબ્રાહિમ ઇદારત ખાન, વાપીમાં રહે છે અને તેઓ વિવિધ પેપર મિલોમાંથી પ્લાસ્ટિક વેસ્ટ, કોલસો અને અન્ય વેસ્ટ મટિરિયલ ટ્રક દ્વારા બીજી મિલો સુધી પહોંચાડવાનો વ્યવસાય કરે છે. તેમના ક્લાયન્ટ્સમાં ગજાનંદ પેપર મિલ (યુનિટ 1 અને 2), RSS-1, દેવાંગ પેપર મિલ, અજિત પેપર મિલ, શાહ પેપર મિલ અને સ્ટ્રીમ હાઉસ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

 

ફેબ્રુઆરી 2025માં યુનુસ દાઉદ શેખ પીડિતની ઓફિસમાં આવીને સીધી ધમકી આપી હતી કે, “તમારી ટ્રકોમાંથી પ્લાસ્ટિક વેસ્ટનું પાણી રસ્તા પર પડે છે, જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. જો તમે પૈસા નહીં આપો તો હું મીડિયામાં આ વાતને વાયરલ કરીશ, સમાચાર છાપીશ, તમારું ધંધો બંધ કરાવી દઈશ અને GPCBમાં ફરિયાદ કરીને તમને જેલમાં મોકલીશ.” શેખે દર મહિને ₹15,000ના હપ્તાની માંગ કરી, અને ડરમરના કારણે પીડિતે કુલ ₹1.20 લાખ કેશ અને ઓનલાઇન ટ્રાન્સફર દ્વારા અલગ-અલગ સમયે આપી દીધા. હપ્તો આપવા બંધ કર્યા પછી શેખે ફરી ધમકીઓ શરૂ કરી, જે બાદ પીડિતે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

 

પોલીસે તરત તપાસ હાથ ધરી અને યુનુસ દાઉદ શેખને ઝડપી પાડ્યો. DySP બી.એન. દવેના જણાવ્યા અનુસાર, આરોપી એવા અન્ય વ્યવસાયીઓ પાસેથી પણ નાણાં વસૂલતા હોવાની શક્યતા છે અને તેની તપાસ ચાલુ છે. વાપી પોલીસે સ્થાનિક લોકોને અપીલ કરી છે કે પ્રેસ, મીડિયા, યુટ્યુબ કે સરકારી વિભાગના નામે કોઈ પણ ધમકી આપીને પૈસા માંગે તો ડર્યા વગર તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી, જેથી પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી શકે.

(5:11 PM IST)