<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

સુરતના તમામ 9 ઝોનમાં 75 શેરી, મહોલ્લાઓ અને ગલીઓને નવા નામ અપાશે : જાતિસૂચક નામો બદલવાની દરખાસ્ત મંજુર

આગામી દિવસોમાં રેકોર્ડ પર આ નામો બદલવાની કામગીરી સત્તાવાર રીતે પૂર્ણ કરવામાં આવશે.

સુરત પાલિકાના સત્તાધીશો ચૂંટણી પહેલા કામો પૂર્ણ કરવાની દોડમાં લાગ્યા છે. ચૂંટણી પહેલા મતદારોને રીઝવવા માટેનો પ્રયાસ કરતા નજરે પડ્યા. આ વચ્ચે શહેરના અલગ અલગ વિસ્તારના જાતિસૂચક નામો બદલવાની દરખાસ્તને મંજૂરી મળી છે. શહેરના તમામ 9 ઝોનમાં આવેલી 75 શેરી, મહોલ્લાઓ અને ગલીઓને નવા સન્માનજનક નામ આપવામાં આવશે

   જાતિસૂચક નામોને સ્થાને હવે આ વિસ્તારોમાં મહાનુભાવો, ક્રાંતિકારીઓ અથવા સામાજિક રીતે પ્રતિષ્ઠિત અને સન્માનજનક નામો આપવામાં આવશે. જે તે વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરો પાસે સૂચનો મંગાવવામાં આવ્યા હતા અને તેમના દ્વારા સૂચવાયેલા નામોને પ્રાધાન્ય આપીને નવા નામો નક્કી કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં રેકોર્ડ પર આ નામો બદલવાની કામગીરી સત્તાવાર રીતે પૂર્ણ કરવામાં આવશે.

(6:52 PM IST)