News of Saturday, 31st January 2026
કેવડીયા એકતાનગર ને ઈકો ફ્રેન્ડલી અને નો પોલ્યુશન ઝોન જાહેર કર્યો છે છતાં....
કેવડીયા એકતાનગર મુખ્ય બજારમાં 6 લેન રોડની કામગીરી માં 300 જેટલા વૃક્ષ નું કટીંગ કરવાનું ચાલુ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: કેવડીયા એકતાનગર નો વિકાસ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને ખૂબ થઈ રહ્યો છે. અને પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.ત્યારે કેવડીયા બજાર માં પોલીસ સ્ટેશન થી છેક સહકાર ભવન સુધી લાંબો ફોરલેન RCC રસ્તો બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે થઈ રહી છે. આ રોડ વર્ષોથી સિંગલ રોડ હોય અને જેને પહોળો કરવાનો હોય રોડની સાઇડમાં આજુ બાજુમાં ઊગેલા ઝાડ ને કાપવાની કામગીરી હાલ ચાલી રહી છે. અંદાજિત 3 કિમી લાંબો રોડ બનશે જેમાં 300 થી વધુ નાના મોટા વૃક્ષો ને કાપી જગ્યા હાલમાં ખૂલ્લી કરવામાં આવી રહી છે. કે જગ્યાં ખુલ્લી થાય તો આ જગ્યાએ રોડ બની શકે.
અત્રે ઉલ્લેખનીય છે. કે કેવડીયા એકતાનગર ને ઈકો ફ્રેન્ડલી અને નો પોલ્યુશન ઝોન જાહેર કર્યો છે. ત્યારે આ 3 કિમી ના રોડ પાછળ 300 થી વધુ વૃક્ષો કપાયા છે. તો વન વિભાગ આ 300 ના ડબલ વૃક્ષો વાવવા જોઈએ તો આ ઈકો ફ્રેન્ડલી ઝોન જળવાઈ રહે.
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
