News of Saturday, 31st January 2026
સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાત સરકાર તેમજ આર્કિટેક રામ સુતારજીને અભિનંદન આપતા ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલ
પાટણના વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :પાટણના ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલે પરીવારના સભ્યો સાથે નર્મદા જિલ્લાના એકતા નગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાજંલિ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં તેમણે સરદાર સાહેબના જીવન પ્રસંગો,પ્રતિમાના નિર્માણ પ્રક્રિયા અને ભારતના એકિકરણ માટેના સંઘર્ષોને સુંદર રીતે રજૂ કરવામાં આવેલી વિશાળ ફોટો પ્રદર્શન ગેલેરીની પણ મુલાકાત લીધી હતી.
તદ્દઉપરાંત, સરદાર સાહેબના હ્રદય સ્થળ વ્યૂઈંગ ગેલેરી પહોંચી ત્યાંથી સરદાર સાહેબના સ્વપ્ન એવા નર્મદા ડેમનો નજારો, વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળા તેમજ બંને પહાડીઓ વચ્ચેથી વહેતી માં નર્મદાનો નયનરમ્ય નજારો નિહાળ્યો હતો. સરદાર સાહેબના જીવનની ઝાંખી કરાવતી ફિલ્મ નિદર્શનની સાથે પ્રદર્શની કક્ષમાં ગાઈડ ધ્રુપતેશ વાળંદ પાસેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની માહિતી મેળવી હતી.
મુલાકાત બાદ પોતાના પ્રતિભાવમાં ડૉ. કિરીટ પટેલે મારા પરીવાર સાથે સરદાર સરોવર ડેમ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.આ વિસ્તારનો ખુબજ સુંદર વિકાસ થયો છે અને વિશ્વની સૌથી ઊંચી જે પ્રતિમા અહીં બનાવી છે તે પ્રતિમાં બનાવવાનો જેને પણ વિચાર આવ્યો તેવા તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાત સરકાર તેમજ જેમણે આ સ્ટેચ્યુની ડિઝાઇન કરી છે તેવા આર્કિટેક રામ સુતારજી અને એલ એન્ડ ટી કંપની સહિત તમામને અભિનંદન આપુ છુ કે, સરદાર પટેલનું જે કદ હતુ તેને અનુરૂપ તેમની પ્રતિમાં બનાવી છે.
વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે,સરદાર પટેલ ફક્ત લોક નેતા નહોતા પણ સરદાર પટેલ લોકોના દિલ, દિમાગ અને લાગણી સાથે જોડાયેલા મહાન નેતા હતા.જે રીતે સરદાર સાહેબે અખંડ ભારતના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવ્યો છે તેવા મહાન નેતાની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં બનાવવા બદલ તમામનો આભાર વ્યક્ત કરૂ છુ.
ધારાસભ્ય ડો. કિરીટ પટેલ નર્મદા મહાઆરતીમા સહભાગી થયા હતા, આ ઉપરાંત જંગલ સફારી, બવામન વૃક્ષ વાટિકા, સરદાર સરોવર નર્મદા ડેમ, મિયાવાકી ફોરેસ્ટ, આરોગ્ય વન અને એકતા નર્સરીની મુલાકાત કરી હતી
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
