News of Monday, 2nd February 2026
કેન્દ્રની મોદી સરકાર દ્વારા 14 મુ બજેટ રજૂ:શ્રી કમલમ્ નર્મદા રાજપીપલા ખાતે જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ એ અન્ય હોદેદારો તેમજ કાર્યકર્તાઓ સાથે બજેટને લાઈવ નિહાળ્યું
નિર્મલા સીતારમન દ્વારા 9મુ બજેટ રજૂ કરવામાં આવ્યું આ પેહલા મોરારજીભાઈ દેસાઈ દ્વારા 10 વાર બજેટ રજૂ કરવામાં આવ્યું હતું

( ભરત શાહ દ્વારા ) નર્મદા: કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી 2014 થી સત્તામાં છે.2014થી 2026 સુધી ભાજપ દ્વારા 14 બજેટ સંસદમાં રજૂ કરવામાં આવ્યા છે.જેમાં નિર્મલા સીતારમન દ્વારા 9,અરુણ જેટલી દ્વારા 4 અને પીયૂસ ગોયેલ દ્વારા 1 એમ કુલ 14 વાર બજેટ રજૂ કરવામાં આવ્યું છે.જો વર્ષ 2026 માં રજુ કરવામાં આવેલ બજેટ ની વાત કરીએ તો તેમાં મોટા પ્રવાસન સ્થળો પર ૧૦ હજાર ટુરિસ્ટ ગાઈડ તૈયાર કરાશે,કેન્સરને લગતી ૧૭ જેટલી દવાઓની આયાત પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો,ગંભીર રોગોની ૭ અન્ય દવાઓની ખરીદી પર કરમાં રાહત,રૂ. ૨૦ લાખથી ઓછી વિદેશી સંપતિ વિશે જાણકારી ન આપવા પર કોઈ દંડ નહીં,દેશના દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલનું નિર્માણ થશે જેવી અનેક મહત્વ ની બાબતો આ બિલ માં મુકવામાં આવી છે.
કમલમ રાજપીપલા ખાતે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નિલ રાવ,જિલ્લા પંચાયત નર્મદાના પ્રમુખ ભીમસિંગભાઈ તડવી,જિલ્લા ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહિલ,જિલ્લા મહામંત્રી વિક્રમભાઈ તડવી,રાજપીપલા શહેર પ્રમુખ અજિત પરીખ , તિલકવાળા તાલુકાના પ્રમુખ ગૌરાંગ બારીયા, સાગબારા તાલુકાના પ્રમુખ રોહન વસાવા સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ બજેટ નિહાળ્યું હતું જોકે નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખને સામાજિક કામ અર્થે બહાર જવાનું હોવાથી હાજર નોહતા રહી શકયા જ્યારે સાંસદ મનસુખભાઈ વસાવા અને સાંસદ જશુભાઈ રાઠવા આજે રજૂ કરાયેલા બજેટ દરમિયાન લોકસભા માં હાજરી આપી હતી.
(12:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
