તા. ૧૦ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૮ શુક્રવાર
News of Monday, 2nd February 2026
૧ લાખ ૮ હજારથી વધુ લોકો ૧ મિનિટમાં ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા મુદે સંકલ્પબદ્ધઃ વિશ્વ રેકોર્ડ સર્જાયો
વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમારના નેતૃત્વમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલઃ દેશભરમાંથી અભિનંદન વર્ષે છે અપરંપાર વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન દ્વારા સીપીને વિશ્વ રેકોર્ડનું અધિકળત પ્રમાણપત્ર ચાર્ટર્ડ ઓફિસર દિવ્યાંગ ગાંધી હસ્તે અર્પણઃ તાળીઓના ગડગડાટથી આકાશ ગુંજી ઉઠયું

રાજકોટ તા.૦૨: વડોદરા શહેર પોલીસે રાજ્યના મહેનતુ અને કાર્યદક્ષ અને સ્વચ્છ છબી ધરાવતા IPS નરસિંહમાં કોમારના નેતળત્વ હેઠળ યોજેલ ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા અંતર્ગત લેવાયેલ શપથ સમારોહે વિશ્વ રેકોર્ડ સર્જી ઇતિહાસ સર્જતા દેશભરમાંથી અભિનંદન વર્ષા અવિરત ચાલુ છે.
પોલીસ કમિશ્નર નરસિંહમાં કોમાર દ્વારા અપાયેલ નિમંત્રણને માન આપી આ ઐતિહાસિક પળના સાક્ષી શહેરના મહાનુભાવો બન્યા હતા. જે આ મુજબ છે.
જેમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, ચેર પર્સન વડોદરા મેરેથોન શ્રીમતી તેજલબેન અમીન, મેયર શ્રીમતી પિંકીબેન સોની, કલેક્ટર અનિલ ધામેલિયા, શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશભાઈ સોની, ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઇ, ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર, ધારાસભ્ય બાલુભાઈ શુક્લા, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ધારાસભ્ય કેયુર રોકડિયા સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા પોલીસ કમિશનર દ્વારા તમામ શહેરીજનો, અગ્રણીઓ, મીડિયા મિત્રો સહિત તમામનો આવી વિરલ સિદ્ધિમાં યોગદાન આપવા બદલ આભાર વ્યકત કર્યો છે
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
