News of Monday, 2nd February 2026
ગુજરાતમાં આગામી 24 કલાકમાં અનેક જિલ્લામાં વીજળીના કડાકા અને વરસાદની આગાહી : કેટલાક જિલ્લામાં યેલો અલર્ટ
વડોદરા, ભરૂચ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદ ખાબકશે :અરવલ્લી, દાહોદ મહીસાગર અને પંચમહાલને યેલો એલર્ટ

ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની વરસાદની આગાહી વચ્ચે રાજ્યના ઘણા વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે
હવામાન વિભાગ દ્વારા હજુ પણ 24 કલાક માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે
. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાતમાં યેલો અલર્ટ સાથે વીજળીના કડાકા અને વરસાદ થશે. જેમાં વડોદરા, ભરૂચ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદની આગાહી છે. તો અરવલ્લી, દાહોદ મહીસાગર અને પંચમહાલને યેલો એલર્ટ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી છે. અમદાવાદમાં 19.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌથી નીચું તાપમાન નલિયામાં 12.5 ડિગ્રી નોંધાયું છે.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
