તા. ૪ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૭ શુક્રવાર
News of Tuesday, 3rd February 2026
વસંત ગજેરાને ત્યાં IT તપાસ પૂર્ણ સીએ સામે કાર્યવાહી કરવા તજવીજ
જપ્ત કરેલા દસ્તાવેજ સહિતની ઉલટ તપાસ બાદ આંકડો બહાર આવશે

સુરત તા.૩: વસંત ગજેરા એન્ડ કંપની સાથે સંકળાયેલાઓને ત્યાં શરુ કરવામાં આવેલી આઇટીની તપાસ છ દિવસે પૂર્ણ થઈ છે. જોકે છ દિવસમાં કેટલા રુપિયાનું કાળું નાણું બહાર આવ્યુ છે તેની હકીકતો હજુ બહાર આવી નથી. પરંતુ વસંત ગર્જસના સીએ દ્વારા આઈટી અધિકારીઓને તપાસમાં સહકાર આપ્યો નહીં હોવાના કારણે તેની સામે કાર્યવાહી કરવા માટે તજવીજ હાથ ધરી હોવાની વિગતો જાણવા મળી છે.
વસંત ગજેરા અને તેની સાથે સંકળાયેલાઓએ ડાયમંડ રીઅલ એસ્ટેટ તથા શૈલિક સંકુલ સહિતના અનેક વેપારમાં રોકાણ કર્યું છે. તેમજ ડાયમંડની ખરીદી માટે હવાલાથી નાણાં વિદેશ મોકલ્યા હોવાની આશંકાના આધારે પણ તપાસ શરુ કરવામાં આવી હતી. તેમાં કેટલાક શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. સાથે સાથે જમીનને લગતા પણ કરોડો રુપિયાના દસ્તાવેજ કબ્જે કરીને હાલ તો તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે. જોકે વસંત ગજેરાના તમામ સ્થળો પર આઈટીની તપાસ પુરી કરી દેવામાં આવી છે. જયારે આગામી દિવસોમાં જપ્ત કરાયેલા દસ્તાવેજના આધારે કેટલા રુપિયાની ટેક્સ ચોરી કરવામાં આવી છે તેની તપાસ કરવામાં આવનાર છે. આ ઉપરાંત આઈટી અધિકારીઓ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં વસંત ગજેરાના સીએએ પુરતો સહકાર આપ્યો નહીં હોવાના કારણે અધિકારીઓ દ્વારા તેની સામે કાર્યવાહી કરવાના છે. તેમજ સીએ એસોસિએશન પણ તેની જાણ કરીને તેનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે ત્યાં સુધી પગલાં ભરવા માટે નોટીસ સુધા આપી હોવાની વિગતો જાણવા મળી છે.(૩૮.૧૩)
ભજીયાવાલા પછી બીજા દરોડા સૌથી વધુ દિવસ ચાલ્યા
સુરત ઇન્કમટેક્સ વિભાગે થોડા વર્ષો પહેલા કિશોર ભજીયાવાલાને ત્યાં દરોડા પાડયા હતા. તેને ત્યાં સાત દિવસ સુધી તપાસ ચાલી હતી. કારણ કે વ્યાજે રુપિયા આપ્યા બાદ અનેક લોકોને તેને રડાવ્યા હતા. ત્યાર બાદ વસંત ગજેરાને ત્યા શરુ કરવામાં આવેલી તપાસ છ દિવસ બાદ પૂર્ણ થઇ હતી. જેથી કિશોર ભજીવાલાને ત્યાં પાડવામાં આવેલા દરોડા બાદ વસંત ગજેરાને ત્યા સૌથી વધુ દિવસો તપાસ કરવામાં આવી હતી.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
