તા. ૪ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૭ શુક્રવાર
News of Tuesday, 3rd February 2026
કેન્દ્રની યોજનાઓના વચન અને ખર્ચમાં અંતરઃ અસમાનતાનો વિકાસ
બજેટનું આંકડાકીય વિશ્લેષણ ડો. મનિષ દોશી

અમદાવાદઃ તા.૩, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્રિય બજેટ ૨૦૨૬-૨૭ના દસ્તાવેજો દર્શાવે છે કે કેન્દ્ર સરકારે ગયા નાણાકીય વર્ષમાં સામાજિક ક્ષેત્રની મોટાભાગની યોજનાઓ પર વચન મુજબ ખર્ચ કર્યો નથી. જેના લીધે દેશના ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના કરોડો નાગરિકો લાભોથી વંચિત રહ્યાં છે. મનરેગાનો કાયદો નાબૂદ કરીને નવી યોજનાથી ભારતના ગ્રામિણ અર્થતંત્ર માટે ચિંતાનો વિષય ઊભો થયો છે. જલ જીવન મિશન પર ભારે કપાત કરવામાં આવી છે. ૬૭,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચવાની યોજના હોવા છતાં સરકારે માત્ર ૧૭,૦૦૦ કરોડ રૂપિયા જ ખર્ચ્યા, જેના કારણે લાખો લોકોના સ્વચ્છ નળના પાણીના સપના અધૂરા રહ્યા. બીજીબાજુ દેશના અનેક શહેરી વિસ્તારોમાં શુધ્ધ પીવાના પાણીના અભાવે હજારો બાળકો અને નાગરિકો મોટા પાયે પાણીજન્ય રોગોથી ભોગ બની રહ્યાં છે. આવાસ યોજનાઓમાં પણ મોટો તફાવત જોવા મળ્યો છે. પીએમએવાય-શહેરી, પીએમએવાય-શહેરી ૨.૦ અને પીએમએવાય-ગ્રામિણ-ત્રણેય યોજનાઓમાં બજેટ અને વાસ્તવિક ખર્ચ વચ્ચે હજારો કરોડ રૂપિયાનો તફાવત જોવા મળ્યો છે. બજેટ ૨૦૨૬ સ્પષ્ટ કરે છે કે મોદી સરકાર સામાજિક ક્ષેત્રને પ્રાથમિકતા આપવાનો દાવો કરે છે, પરંતુ હકીકતમાં દ્યણી મહત્વની કલ્યાણકારી યોજનાઓમાં વચન અને ખર્ચ વચ્ચે મોટો અંતર જોવા મળે છે. છેલ્લા દ્યણા સમયથી કેન્દ્રની ભાજપા સરકારની નિતિ અને નિયતમાં ખામીને લીધે ગરીબ અને નબળા વર્ગો પર તેની સીધી અસર પડી રહી છે. જેના લીધે દેશમાં સતત અસમાનતા વધી રહી છે.
૨૦૨૫-૨૬ ના વર્ષમાં ફાળવણી સામે વપરાયેલ નાણાંવિભાગ ન વપરાયેલ નાણાંની રકમ (કરોડોમાં) નીચે મુજબ છે તેમ મનિષ્ દોશી જણાવે છે.આરોગ્યઃ ૩,૬૮૬,શિક્ષણઃ૬,૭૦૧,સામાજિક કલ્યાણઃ૯,૯૯૯,કૃષિઃ૬,૯૮૫,ગ્રામ્ય વિકાસઃ૫૩,૦૬૭,શહેરી વિકાસઃ ૩૯,૫૭૩,નોર્થ-ઈસ્ટ વિકાસઃ૧,૪૩૬ કુલ (ન વપરાયેલ નાણાં)૧,૨૧,૪૪૭
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
