News of Wednesday, 4th February 2026
ગુજરાત સરકારની રખડતા શ્વાનના ત્રાસ સામે મક્કમ કાર્યવાહી: રૂ. ૭૦ કરોડના બજેટ સાથે રાજ્યવ્યાપી અભિયાન
દરેક નગરપાલિકા અને મહાનગરપાલિકામાં હાઈટેક નસબંધી કેન્દ્રો ખુલશે; ૮ સભ્યોની કમિટી રચી દેખરેખ શરૂ

ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનોના હુમલાની વધતી ઘટનાઓને ગંભીરતાથી લઈ રાજ્ય સરકારે રૂ. ૭૦ કરોડ ના ખર્ચે ‘એનિમલ બર્થ કંટ્રોલ’ કાર્યક્રમ હેઠળ નવો માસ્ટર પ્લાન અમલી બનાવ્યો છે.
અમલીકરણની રૂપરેખા: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સંયુક્ત સચિવ કોમલ ભટ્ટ ના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકારના ‘એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ ૨૦૨૩’ ને આધારે રાજ્યના તમામ જિલ્લાઓ, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને આ યોજના હેઠળ આવરી લેવાશે. સરકાર દ્વારા ૯ જાન્યુઆરીએ બહાર પાડવામાં આવેલા ઠરાવ (GR) મુજબ ૮ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે, જેણે ૩૦ જાન્યુઆરીએ પોતાની પ્રથમ બેઠક યોજી હતી.
આગામી લક્ષ્યાંકો: * હાલમાં માત્ર ૮ મહાનગરપાલિકાઓમાં જ નસબંધી કેન્દ્રો છે, જેને વધારીને પ્રાથમિક તબક્કે ૩૩ કેન્દ્રો કરવામાં આવશે * ૧૮ નગરપાલિકાઓ અને તાજેતરમાં બનેલા નવા જિલ્લા વાવ-થરાદ સહિતના વિસ્તારોમાં આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવાશે * સમિતિને આગામી બે મહિનામાં અમલીકરણનો વિગતવાર રિપોર્ટ સોંપવા આદેશ અપાયો છે. આ યોજનામાં શ્વાનોને પકડવા, ઓપરેશન કરવું અને ઓપરેશન પછીની તેમની જાળવણીના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
