<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

સુરતના અગ્રણી બિલ્ડર અને 'ઘેલાણી ગ્રુપ'ના માલિક તુષાર ઘેલાણી બ્રેઈન ડેડ જાહેર :પરિવારજનો દ્વારા અંગોનું દાન કરવાની જાહેરાત

દીકરીના લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હોવા છતાં આ અત્યંત કપરા સમયે પરિવારે એક મોટું અને પ્રેરણાદાયી પગલું ભર્યું

સુરત શહેરના અગ્રણી બિલ્ડર અને 'ઘેલાણી ગ્રુપ'ના માલિક તુષાર ઘેલાણીએ તેમના નિવાસસ્થાને પોતાની જ લાયસન્સ વાળી રિવોલ્વર વડે 9 MMની ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. 

  નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર તેમની સારવાર ચાલી રહી હતી. જોકે, ગોળી મગજની આરપાસ નીકળી ગઈ હોવાથી તેમની સ્થિતિ અતિ નાજુક હતી અને અંતે ડોક્ટરોએ તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા છે. 

તુષાર ઘેલાણીને બ્રેઈન ડેડ જાહેર કરાતા જ પરિવાર અને મિત્ર વર્તુળમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. દીકરીના લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હોવા છતાં આ અત્યંત કપરા સમયે પરિવારે એક મોટું અને પ્રેરણાદાયી પગલું ભર્યું છે. ઘેલાણી પરિવારે તુષારભાઈના અંગોનું દાન કરવાની જાહેરાત કરી છે. આ અંગદાનથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળશે, જે તુષારભાઈની વિદાયને સાર્થક બનાવશે.

5 ફેબ્રુઆરીના રોજ તેમની દીકરીના લગ્ન નિર્ધારિત હતા. ઘરમાં મહેમાનોની હાજરી અને લગ્નની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી. જોકે, લગ્નના ચાર દિવસ પહેલાં જ રવિવારે જ લગ્નની કંકોતરી લેખનનો પ્રસંગ હતો, પરંતુ તે પૂર્વે જ શનિવારે રાત્રે પત્ની સાથે કોઈ બાબતે રકઝક થયા બાદ આવેશમાં આવીને તેમણે બેડરૂમમાં પોતાની જાત પર ગોળી ચલાવી હતી. જે ઘરમાં શરણાઈઓ વાગવાની હતી ત્યાં આ ઘટનાને પગલે આક્રંદ છવાઈ ગયો છે.

(9:01 PM IST)