News of Wednesday, 4th February 2026
રાજપીપલા પો.સ્ટેના એન.ડી.પી.એસ(એમ.ડી & ડ્રગ્સ) ના ગુનાના ભાગેડુ આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી ટીમ નર્મદા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપલા પોલીસ સ્ટેશનનાએન.ડી.પી.એસ(એમ.ડી & ડ્રગ્સ) ના ગુનાના ભાગેડુ શખ્સને એલ.સી.બી ટીમ નર્મદાએ ઝડપી લીધો છે.
મળતી વિગતો અનુસાર વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તથા જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા અસરકારક કામગીરી કરવા સુચનાનાં પગલે પોલીસ ઇન્સપેક્ટર આર.જી ચૌધરી, એલ.સી.બી, નર્મદાનાઓના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા બાતમી મેળવેલ કે રાજપીપલા પો.સ્ટે ના lએન.ડી.પી.એસ એક્ટના ગુનાના આરોપી મોહમદ અલ્તાફ અબ્દુલ સતાર શેખ (રહે. ૧૨, મદ્રેશા શોપીંગ સેન્ટર, મેન બજાર, બલેશ્વર પલસાણા જી.સુરત)નાનુ બી.એન.એસ.એસ કલમ ૭૨ મુજબના વોરંટ ના આધારે એલ.સી.બી ટીમના માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવી ટેકનીકલ તથા હુમન સોર્સીસ આધારે નર્મદા જીલ્લાના પ્રતાપનગર ખાતેથી પકડી પાડેલ હોય જેથી આગળ ની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે.
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
