<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગીક પરીક્ષાનો આજથી પ્રારંભ

રાજકોટમાં ૭૭૩૩ સહિત સમગ્ર ગુજરાતમાં ૧ લાખથી વધુ પરીક્ષાર્થીઓ

રાજકોટ તા.પઃ ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણબોર્ડ દ્વારા આજથી સમગ્ર રાજયમાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગીક પરીક્ષાનો પ્રારંભ થયો છે. ગુજરાત રાજયના ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ૧ લાખ ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.૨૬ ફેબ્રુઆરીથી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાનો પ્રારંભ થશે. ત્‍યારે બોર્ડની પરીક્ષા પૂર્વે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની રસાયણ વિજ્ઞાન, ભોૈતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની પ્રાયોગીક પરીક્ષા લેવાશે. શિક્ષણ બોર્ડ દ્વારા નકકી કરવામાં સ્‍લોટ પ્રમાણે પ્રાયોગીક પરીક્ષા લેવાશે.

રાજકોટ શહેર જીલ્લામાં ૭૭૩૩ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગીક પરીક્ષા બે સેશનમાં લેવાશે. રાજકોટ શહેરમાં ૧૪ કેન્‍દ્રો તેમજ ગ્રામ્‍યકક્ષાએ ૧૪ કેન્‍દ્રો ઉપર પરીક્ષા લેવાશે.

(11:08 AM IST)