<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

વીજ નિયમન પંચના સભ્‍ય તરીકે જતીન ઠક્કરના શપથ

 

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર : મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે ગુજરાત વીજ નિયમન પંચ - GERCના સભ્‍ય તરીકે નિયુકત થયેલા શ્રી જતીન ઠક્કરના હોદ્‌ા અને ગુપ્‍તતાના શપથ લેવડાવ્‍યા હતા. આ શપથ અવસરે જર્કના અધ્‍યક્ષ શ્રી પંકજ જોષી, મુખ્‍ય સચિવ શ્રી એમ. કે.દાસ, મુખ્‍યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, મુખ્‍યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી ડો.વિક્રાંત પાંડે, તેમજ હાઇકોર્ટના નિવૃત જસ્‍ટિસ શ્રી રાજેન્‍દ્ર સરીન અને વીજ નિયમન પંચના સભ્‍યો  સહિત વરિષ્‍ઠ સચિવો અને અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા

(2:38 PM IST)