<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

આજે સ્‍વચ્‍છ છબી ધરાવતા વડોદરા સીપી નરસિંહમાં કોમારનો જન્‍મદિવસ

સીબીઆઇ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા આ ips દ્વારા તાજેતરમાં ડ્રગ્‍સ વિરુદ્ધ સંકલ્‍પબદ્ધ થવા વર્લ્‍ડ રેકોર્ડ સ્‍થાપ્‍યો છે લો એન્‍ડ ઓર્ડર વડા તરીકે આખા રાજયનું સુકાન સુપેરે સાંભળનાર આ સિનિયર અધિકારીએ વિશ્વાસ પ્રોજેક્‍ટ દ્વારા કેન્‍દ્ર સુધી ડંકો વગાડયો હતો

રાજકોટ તા. આજે રાજય પોલીસ તંત્રના સ્‍વચ્‍છ છબી ધરાવતા, ખૂબ મહેનતુ અને ટેક્‍નોલોજી નિષ્‍ણાત એવા સીબીઆઇ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા વડોદરા પોલીસ કમિશનરનો આજે જન્‍મદિવસ છે, શુભેચ્‍છકો દ્વારા તેમના પર પૂર્વ  સંધ્‍યાથી અભિનંદન અપરંપાર વર્ષી રહ્યા છે.

૧૯૯૬ બેચના આ ips BE ઇલેક્‍ટ્રોનિક પોસ્‍ટ ગ્રેજયુએટ ડિપ્‍લોમાં ઇન પબ્‍લિક પોલિસી અને મેનેજમેટ IIMB જેવી ડિગ્રી ધરાવતા આ ips અધિકારીએ આખા રાજયની કાયદો વ્‍યવસ્‍થાનું સુકાન લો એન્‍ડ ઓર્ડર વડા તરીકે ખૂબ કુનેહપૂર્વક સંભાળ્‍યું હતું. કેન્‍દ્ર દ્વારા તેમના સીસીટીવી પ્રોજેક્‍ટ વિશ્વાસ અંગે ખુદ અમિતભાઈ શાહ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. સીબીઆઇ કાર્યકાળ દરમિયાન અનેક મહત્‍વના ગુન્‍હાઓના ભેદ ઉકેલનાર આ સિનિયર IPS દ્વારા રાજય પોલીસ તંત્રમાં ગુનેગારોના આધુનિક સાધનો સામે રાજય પોલીસ તંત્રમાં તેમનો મુકાબલો કરવા ખૂબ અધ્‍યતન હથિયારો અને વાહનો પૂરા પાડવામાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી. નાગરિકો સાથે ખૂબ સારો વર્તાવ, સિનિયર સિટીઝનો, બાળકો,વડીલો વિરુદ્ધના ગુન્‍હામાં ત્‍વરિત પગલા અને લોકોથી દૂર  રહેવાને બદલે સારા સંબંધો રાખવા હમેશ શીખ  આપે છે

(3:01 PM IST)