<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

ભારત-યુએસ ટ્રેડ ડીલ દ્વીપક્ષીય સંબંધોનો નવો અધ્‍યાયઃ ભુપેન્‍દ્રભાઇ

આ કરારના પરિણામે મેક ઇન ઇન્‍ડીયા-મેઇડ ફોર ધ વર્લ્‍ડના નરેન્‍દ્રભાઇના વિઝનને વધુ બળ મળશેઃ મુખ્‍યમંત્રી

અમદાવાદઃ ભારત અને અમેરિકા વચ્‍ચે થયેલી ઐતિહાસિક ટ્રેડ ડીલ અંગે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે પ્રતિક્રિયા આપતાં જણાવ્‍યું છે કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ  મોદીના નેતળત્‍વમાં થયેલો આ કરાર વિશ્વને નવા ભારતની આર્થિક અને વ્‍યૂહાત્‍મક શક્‍તિનો પરિચય કરાવે છે.

 મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું કે, વિશ્વની બે સૌથી મોટી લોકશાહીઓ જ્‍યારે સાથે મળીને આગળ વધે છે, ત્‍યારે સાચા અર્થમાં વૈશ્વિક કલ્‍યાણની ભાવના સાકાર થાય છે. ભારત-અમેરિકા વચ્‍ચેની આ ટ્રેડ ડીલ દ્વિપક્ષીય સંબંધોમાં નવા અધ્‍યાયની શરૂઆત સમાન છે.

આ કરારના પરિણામે ‘મેક ઇન ઇન્‍ડિયા, મેઈડ ફોર ધ વર્લ્‍ડ'ના વડાપ્રધાનના વિઝનને વધુ બળ મળશે. ખાસ કરીને મેડ ઇન ઇન્‍ડિયા ઉત્‍પાદનો પર યુએસ ટેરિફ ૧૮ ટકા થવાથી ઉત્‍પાદન ક્ષેત્ર, MSME, નિકાસકારો તેમજ રોજગાર સર્જન માટે નોંધપાત્ર પ્રોત્‍સાહન મળશે. ઉદ્યોગસાહસિકો અને સ્‍ટાર્ટઅપ્‍સ માટે વૈશ્વિક બજારોના નવા દ્વાર ખુલશે.

  મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે ઉમેર્યું કે, ગુજરાત મેન્‍યુફેક્‍ચરિંગ હબ તરીકે ઓળખાય છે અને ટેક્‍સટાઇલ, ફાર્મા, કેમિકલ, પેટ્રોલિયમ, જેમ્‍સ એન્‍ડ જ્‍વેલરી જેવા ક્ષેત્રોમાં રાજ્‍ય અગ્રેસર છે. ભારત-અમેરિકા વચ્‍ચે થયેલા આ ઐતિહાસિક કરારથી આ તમામ સેક્‍ટર્સના ઉત્‍પાદનોના એક્‍સપોર્ટને વેગ મળશે અને ગુજરાતના મેન્‍યુફેક્‍ચરિંગ સેક્‍ટર તથા પ્‍લ્‍પ્‍ચ્‍ સહિતના વેપાર-ઉદ્યોગોને સીધો લાભ થશે.

આ કરારથી ભારતની ગ્‍લોબલ ઇકોનોમિક પ્રેઝન્‍સ વધુ મજબૂત બનશે તેમ જણાવીને મુખ્‍યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના નિર્ણાયક નેતળત્‍વ અને સિટિઝન-સેન્‍ટ્રિક ડિપ્‍લોમસીના પરિણામે ભારત-યુએસ સંબંધોથી વૈશ્વિક શાંતિ અને સમળદ્ધિને પણ નવી દિશા મળશે. અંતે તેમણે ગુજરાતના તમામ નાગરિકો વતી આ ઐતિહાસિક દ્વિપક્ષીય વ્‍યાપાર કરાર બદલ વડાપ્રધાનને અભિનંદન પાઠવ્‍યા.

(4:19 PM IST)