News of Thursday, 5th February 2026
રાજપીપળા શહેરમાં મચ્છરો કરતા મસીનો ઉપદ્રવ વધતા લોકો હેરાન
સાંજ પડતાં જ રોડ પર અને ઘરોમાં ઉડતી મસીઓના કારણે લોકો ત્રાસી ઉઠ્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા શહેરમાં મચ્છરો કરતા મસીનો ઉપદ્રવ વધતા લોકો હેરાન થઈ રહ્યા છે જ્યારે તંત્ર આ મુદ્દે હાથ પર હાથ ધરી બેઠું છે
રાજપીપળામાં ભૂતકાળમાં પણ આવી સ્થિતિ જોવા મળી હતી જેમા પાલિકા દ્વારા શહેરમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો પરંતુ હાલની સ્થિતિમાં તંત્રએ કોઇજ પગલા લીધા નથી, આમ તો શહેરમાં મચ્છરો પણ છે પરંતુ તેના કરતા મસીનું પ્રમાણ વધ્યું હોય આ મસીઓ રેકેટમાં પણ આવતી નથી માટે ગૃહિણીઓ મસીથી તોબા પોકારી ઊઠી છે.
રાજપીપળા શહેરમાં હાલ ઉનાળા અને શિયાળાની બેવડી ઋતુ ચાલી રહી છે ત્યારે માંદગીનું પ્રમાણ વધ્યું હોય ઉપરથી મચ્છર માસૂઓનો ત્રાસ વધતા લોકો હજુ બીમારીમાં સપડાય તેવી દહેશત જણાય છે, તંત્ર દ્વારા આ બાબતે હજી સુધી કોઇ જ પગલા લેવાયા નથી તો શું તંત્ર લોકો વધુ બીમાર પડે તેની રાહ જોઈ રહ્યું છે..? નગરપાલીકા આ બાબતે જરૂરી પગલા લે તેવી માંગ છે.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
