News of Friday, 6th February 2026
ટેકનોલોજીને નિયંત્રિત કરવાના બદલે તેને સમજીને પ્રોત્સાહન આપવુ જરૂરી
અમદાવાદ સ્પીપામાં અટલ વ્યાખ્યાનમાળાનું પાંચમું સંસ્કરણ

અમદાવાદમાં સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા દ્વારા યોજાયેલ અટલ વ્યાખ્યાનમાળા અંતર્ગત ડો. પી. એમ. અનવરયમએ વ્યાખ્યાન આપેલ તે પ્રસંગની તસ્વીર.
અમદાવાદ તા. ૬ :.. સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદ ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ‘અટલ વ્યાખ્યાનમાળા' ના પાંચમા સંસ્કરણનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડો. પી. એમ. અનવરથમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સુશાસન વચ્ચેના અતૂટ સંબંધ પર વિશેષ વ્યાખ્યાન આપ્યું હતું, જેમાં તેમણે ટેકનોલોજીના માધ્યમથી પારદર્શક વહીવટ અને ભવિષ્યના પડકારો અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વ્યાખ્યાન દરમિયાન અટલજી દ્વારા વર્ષ ૧૯૯૮માં આઈટી ક્રાંતિ માટે તૈયાર કરવામાં આવેલા પાંચ સ્તંભો જેવા કે આઈટી ટાસ્ક ફોર્સ, ટેલિકોમ પોલિસી અને આઈટી એક્ટને યાદ કરી, આજના સમયમા AI ગવર્નન્સના સાત સૂત્રો સાથે તેની સમાંતર સરખામણી કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં જ્યારે ભારત ‘જય વિજ્ઞાન' થી ‘જય અનુસંધાન' તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ‘જય સોવરિન AI' ના મંત્ર સાથે ટેકનોલોજીના માધ્યમથી અંત્યોદય સુધી પહોંચવાના વિઝન પર ચર્ચા કરવામાં આવી હતી.
વ્યાખ્યાનમાં ખ્ત્ ગવર્નન્સ માટે RBI અને MeitY દ્વારા સૂચિત સાત સૂત્રોラવિશ્વાસ, પ્રાધાન્યતા, નવીનતા, સમાનતા, જવાબદારી, પારદર્શિતા અને ટકાઉપણુંラપર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. AI ના અમલીકરણમાં આવતા પડકારો જેવા કે ઉત્તરદાયિત્વનો અભાવ, પક્ષપાતનું જોખમ અને સાર્વભૌમત્વના પ્રશ્નો અંગે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
ડો. પી. એમ. અનવરથમે ‘MMM' (Understand, Enable, Innovate) ફ્રેમવર્ક દ્વારા સમજાવ્યું હતું કે ટેકનોલોજીને નિયંત્રિત કરવાને બદલે પહેલા તેને સમજવી અને પ્રોત્સાહન આપવું જરૂરી છે. અટલજીની વિચારધારા મુજબ ટેકનોલોજીનો ઉપયોગ ભૂખ, ડર અને નિરક્ષરતા મુક્ત ભારત બનાવવા માટે થવો જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્પીપાના ડાયરેક્ટ જનરલ શ્રી હારિત શુક્લા અને ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શ્રી સી.સી. કોટકના માર્ગદર્શન હેઠળ આ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સ્પીપાના જોઇન્ટ ડાયરેક્ટર (રેવન્યુ) શ્રી એ.એ. ડોડિયા, સંયુક્ત નિયામક(સ્ટડી) શ્રી દિગ્વિજયસિંહ જોગીયા, નોલેજ મેનેજર શ્રી ઋતા ભટ્ટ, નાયબ નિયામકશ્રી હાર્દિક પ્રજાપતિ તથા સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ, તાલીમાર્થીઓ સહિત શિક્ષણ જગતના મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વ્યાખ્યાનનો લાભ લીધો હતો.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
