News of Friday, 6th February 2026
ગુજરાત યુનિવર્સિટી ગેસ્ટ હાઉસમાં બોટાદથી NSS કેમ્પમાં ભાગ લેવા આવેલી વિદ્યાર્થીનીનો ગળે ફાંસો ખાઈ આપઘાત
21 વર્ષીય આશાસ્પદ વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર : યુનિવર્સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો

ગુજરાત યુનિવર્સિટી ગેસ્ટ હાઉસમાં વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત કર્યો છે. NSS કેમ્પમાં આવેલી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બોટાદ જિલ્લામાંથી NSSના કેમ્પમાં વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીઓ સાથે આવી હતી. ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળતા જ ગુજરાત યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી વિગત મુજબ ગુજરાત યુનિવર્સિટીની ગેસ્ટ હાઉસમાં બોટાદથી NSS (નેશનલ સર્વિસ સ્કીમ) ના કેમ્પમાં ભાગ લેવા આવેલી 21 વર્ષીય આશાસ્પદ વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર યુનિવર્સિટી પરિસરમાં ચકચાર મચી ગઈ છે. જોકે, કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
બનાવની જાણ થતા જ ગુજરાત યુનિવર્સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
