<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ ફેબ્રુઆરી-૨૦૨૬ શાળાના કક્ષાની પ્રાયોગિક પરીક્ષાના ગુણ ઓનલાઇન 21મી સુધીમાં ભરવા શાળાઓને સૂચના

પરીક્ષાર્થીના વિષયો બાબતે કે અન્ય કોઇ વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીની સામાન્ય પ્રવાહ(ક-૧) શાખાનો જરૂરી આધારો સાથે સંપર્ક કરવાનો રહેશે.

ગાંધીનગર :  ફેબ્રુઆરી-૨૦૨૬ ની પરીક્ષાના પરીક્ષાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા શાળા કક્ષાએથી લેવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત રાજયની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યઓને જણાવવામાં આવે છે કે ધોરણ-૧૨(સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાં) ફેબ્રુઆરી-૨૦૨૬ ની પરીક્ષાના પરીક્ષાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા શાળા કક્ષાએથી લેવામાં આવેલ છે. ઉકત તમામ પરીક્ષાર્થીઓની પ્રાયોગિક પરીક્ષાના ગુણ બોર્ડની વેબસાઇટ gen.gsebpractical.in અથવા gsebpractical.in અથવા gseb.org પરથી શાળા દ્વારા ઓનલાઈન તા.૦૬/૦૨/૨૦૨૬ થી તા.૨૧/૦૨/૨૦૨૬ સુધી ભરવાના રહેશે. જેની તમામ સંબંધિતોને નોંધ લેવા અને સમય મર્યાદામાં વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષાના ગુણ ઓનલાઇન ભરવા જણાવવામાં આવે છે. પરીક્ષાર્થીના વિષયો બાબતે કે અન્ય કોઇ વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીની સામાન્ય પ્રવાહ(ક-૧) શાખાનો જરૂરી આધારો સાથે સંપર્ક કરવાનો રહેશે.
1) પરીક્ષાર્થીઓના ગુણ પરીક્ષાર્થીઓના નામ અને ફેબ્રુઆરી-૨૦૨૬ની પરીક્ષા માટે ફાળવેલ બેઠક નંબર (Seat Number)ના આધારે ભરવાના રહેશે.(બેઠક ક્રમાંકની બાજુમાં વિદ્યાર્થીના ધોરણ-૧૨ ની ફેબ્રુઆરી-૨૦૨૬ ની પરીક્ષા માટેના આવેદનપત્રના Application Number જોઇ શકાશે.) ઓનલાઇન માર્કસ ભરવા માટેની તમામ સૂચનાઓ આપની શાળાના ઇન્ડેક્ષ નંબર અને નોંધાયેલ મોબાઇલ નંબરથી લોગીન કર્યા બાદ ઓનલાઇન મળી રહેશે.
2) જે શાળાઓમાં સેકટર સ્કીલ કાઉન્સીલના વોકેશનલ વિષયોનો અભ્યાસક્રમ અમલી છે તેવી શાળાઓએ શાળા કક્ષાના આંતરિક મૂલ્યાંકનના ૨૦ ગુણ માંથી ઉમેદવારે મેળવેલ ગુણ તથા સેકટર સ્કીલ કાઉન્સીલ (SSC) દ્વારા કરવામાં આવેલ પ્રાયોગિક મૂલ્યાંકનના 50 ગુણ માંથી ઉમેદવારે મેળવેલ ગુણ સેકટર સ્કીલ કાઉન્સીલ (SSC)ના પ્રતિનિધિ પાસેથી મેળવી શાળા દ્વારા જ ઓનલાઇન ભરવાના રહેશે.

(7:47 PM IST)