News of Friday, 6th February 2026
બુજેઠા ચેક પોસ્ટ પર અંગ્રેજી દારૂ લઈ જતી ક્રેટા ગાડી કન્ટેનર સાથે અથાડાતા પોલીસને મળ્યો દારૂ
કુલ રૂપિયા 8.26 લાખ ના દારૂ સહિતનો મુદામાલ મૂકી ક્રેટા ગાડીનો ચાલક ગાડી મૂકી નાશી છૂટ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની બુજેઠા ચેક પોસ્ટ પર અંગ્રેજી દારૂ લઈ જતી ક્રેટા ગાડી કન્ટેનર સાથે અથાડાતા પોલીસે દારૂ સહિતનો મુદામાલ ઝડપી પાડ્યો છે
મળતી માહિતી અનુસાર તિલકવાડા પોલીસે ચેકીંગ દરમિયાન બુજેઠા ચેક પોસ્ટ પર એક ક્રેટા ફોર વ્હીલ ગાડી નંબર GJ-06-PK-1547 ના ચાલકે પોતાના કબ્જા ભોગવટાની ક્રેટા ગાડીમાં શીટની નીચે તથા પાછળની શીટમાં તથા ડીકીમાં ગે.કા અને વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો વિદેશી દારૂના કુલ બીયર ટીન/કવાટરીયા નંગ-૧,૪૮૦ કિ.રૂ.૩,૨૧,૯૬૦/- (અંકે રૂપિયા ત્રણ લાખ એકવીસ હજાર નવસો સાહીઠ) ના પ્રોહી. મુદામાલ તથા ક્રેટા ફોર વ્હીલ ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/-તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૮,૨૬,૯૬૦/ (અંકે રૂપિયા આઠ લાખ છવ્વીસ હજાર નવસો સાહીઠ પુરા) ની હેરાફેરી કરી બુજેઠા ચેક પોસ્ટ પર નાકાબંધી જોઇ ફોર વ્હીલ ગાડી લઈ વાળવા જતા એક કંટેનર સાથે અથડાવી સ્થળ પર ગાડી મુકી નાશી જતા પોલીસે દારૂ સહિતનો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે .
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
