તા. ૨૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૨ મંગળવાર
News of Friday, 6th February 2026
વિરમગામ હાંસલપુર GIDC ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમા વેપારીઓના ત્યાં સેન્ટ્રલ જીએસટી વિભાગના દરોડા : પાંચ પેઢીઓમાં તપાસ
રાજસ્થાનના અધિકારીઓ દ્વારા જીઆઇડીસીમા સર્ચ ઓપરેશન હાથ ધરાયું: લોખંડના વાયર તાર પટ્ટીના વેપારીના ત્યા દરોડા: બોગસ બિલિંગ અને ખોટા વ્યવ્હારોને લઇ તપાસ

વિરમગામ હાંસલપુર GIDC ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમા વેપારીઓના ત્યાં સેન્ટ્રલ GST વિભાગના દરોડા. જીએસટીના સીનીયર ઇન્ટેલિજન્સ જયપુર રાજસ્થાનના અધિકારીઓ દ્વારા જીઆઇડીસીમા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ (DGGI) ટીમે દ્રારા તપાસ હાથ ધરાઇ છે. વિરમગામ હાંસલપુર GIDC મા 5 પેઢીઓ પર કરચોરીને લઇ તપાસ હાથ ધરાઇ છે
. લોખંડના વાયર તાર પટ્ટીના વેપારીના ત્યા દરોડા. બોગસ બિલિંગ અને ખોટા વ્યવ્હારોને લઇ તપાસ હાથ ધરાઇ છે. વિરમગામ હાંસલપુર GIDC ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ના 5 પેઢીઓ દેવશન ઇન્ડસ્ટ્રીયલ, સ્કાય ઇન્ડસ્ટ્રીયલ, હેવન ઇન્ડસ્ટ્રીયલ, જયવલ ઇન્ડસ્ટ્રીયલ અને કમલવાયર ઇન્ડસ્ટ્રીયલ ત્યા યુનિટ અને રહેણાંક મકાનો મા દરોડા પાડવામા આવ્યા છે.
મોટા પ્રમાણમા કરચોરી દસ્તાવેજ મળી આવ્યા છેલ્લા કેટલાક સમયથી વેપારીઓ બોગસ બિલિંગ સાથે સંકળાયેલ હોવાનુ સામે આવ્યુ છે. પ્રાપ્ત વિગત અનુસાર 5 વેપારીઓ ત્યા કુલ 2 કરોડથી વધુની કરચોરી સહિતની ગેરરીતીઓ સામે આવી છે
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
