News of Saturday, 7th February 2026
દાહોદ-લીમખેડા હાઈવે પર દાંતીયા ગામ પાસે અજાણ્યા વાહને અડફેટે લેતા દીપડાનું મોત
વાહનની ટક્કર વાગતા દીપડો રોડના ડિવાઇડર પર જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો

દાહોદ-લીમખેડા હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું કમકમાટીભર્યું મોત થયું છે. દાંતીયા ગામ પાસે રોડ ક્રોસ કરતી વખતે અકસ્માત સર્જાયો હતો. વાહનની ટક્કર વાગતા દીપડો રોડના ડિવાઇડર પર જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. નેશનલ હાઈવે પેટ્રોલિંગની ટીમે મૃત દીપડાને જોતા વન વિભાગને કરી જાણ. ઘટનાની જાણ થતા જ વન વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો. વન વિભાગે દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે .
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
