તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Saturday, 7th February 2026
અમદાવાદમાં ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણ કરનાર શખ્સની ધરપકડ
સિગ્નલ ભંગ બદલ મેમો આપતા ફોર્ચ્યુનર ચાલકે પોલીસ સાથે કરી હતી માથાકૂટ: બીજા દિવસે આરોપીએ રોડ પર વચ્ચોવચ ગાડી ઉભી રાખી કર્યો હતો ટ્રાફિક જામ

અમદાવાદમાં ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણ કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ‘બી’ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સાથે ગેરવર્તન કરનાર શખ્સ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સિગ્નલ ભંગ બદલ મેમો આપતા ફોર્ચ્યુનર ચાલકે પોલીસ સાથે માથાકૂટ કરી હતી. પોલીસે વાડજ વિસ્તારમાં રહેતા મહેશકુમાર ઉર્ફે મગનભાઈ વેલજીભાઈ ભરવાડની ધરપકડ કરી છે.
ગત 3 ફેબ્રુઆરીએ સિગ્નલ તોડવા બદલ મેમો આપતા આરોપીએ પોલીસ સાથે માથાકૂટ કરી હતી તેમજ બીજા દિવસે આરોપીએ રોડ પર વચ્ચોવચ ગાડી ઉભી રાખી ટ્રાફીક જામ કર્યો હતો,. સાથે જ પોલીસકર્મીને ‘સસ્પેન્ડ કરાવી દેવાની’ ધમકી પણ આપી હતી. સરકારી કામમાં રુકાવટ અને ધમકી આપવા બદલ આરોપી સામે ગુનો નોંધાયો છે
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
