તા. ૨૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૩ ગુરૂવાર
News of Saturday, 7th February 2026
આવતા અઠવાડીયે પણ ઠંડીની લહેરના કોઈ સંકેત નથી
વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૮ થી ૧૪ ફેબ્રુઆરી સુધીની આગાહી

રાજકોટઃ છેલ્લા કેટલાક દિવસોથી ઠંડી ગાયબ થઈ ગઈ છે આવતા અઠવાડીયે પણ ઠંડીની લહેરના કોઈ સંકેત નથી. એકાદ બે દિવસ ઝાકળની શક્યતા છે. તાપમાન સામાન્ય કરતા વધુ જ રહેશે. તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.
તેઓ જણાવે છે કે ગુજરાતભરમાં આ સમય માટે રાત્રિ અને વહેલી સવારના તાપમાન સામાન્ય રીતે ઉંચુ રહે છે (ઓછી ઠંડી પડે છે ). દિવસ દરમિયાનનું તાપમાન પણ સામાન્ય કરતાં વધુ નોંધાઈ રહ્યું છે.
સામાન્ય રીતે, ફેબ્રુઆરીના પ્રારંભિક દિવસોમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં લઘુત્તમ તાપમાન આશરે ૧૨ ડીગ્રી રહે છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં તે ૧૩.૫ ડીગ્રી થી ૧૪ડીગ્રી આસપાસ હોય છે. મધ્ય ફેબ્રુઆરી તરફ જતા આ સામાન્ય તાપમાનમાં થોડી વધારો થતો હોય છે.
પરંતુ ૭ ફેબ્રુઆરીના રોજ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ૩ ડીગ્રી થી ૫ ડીગ્રી વધુ નોંધાયું, જેના કારણે રાત્રિ અને વહેલી સવારમાં તાપમાન નોર્મલ થી ઉંચુ રહ્યું .
આજે સવારે નોંધાયેલ લઘુત્તમ તાપમાન મુજબ અમદાવાદઃ ૧૯.૦ ડીગ્રી, વડોદરા ૧૭.૨ ડીગ્રી, ભુજ ૧૭.૮ ડીગ્રી, રાજકોટ ૧૭.૨ ડીગ્રી, ડીસા ૧૪.૮ ડીગ્રી, અમરેલી ૧૫.૬ ડીગ્રી આ તમામ તાપમાન મૂલ્યો ફેબ્રુઆરીના આરંભ માટે સામાન્ય કરતાં ૩ થી ૫ ડીગ્રી વધુ છે.
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે ૮ થી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીની આગાહી કરતાં જણાવેલ કે આગામી એક સપ્તાહ દરમિયાન રાત્રિ અને વહેલી સવારના સમયે ઓછી ઠંડી નો અહેસાશ થાય તેવી શક્યતા છે.
૮-૯ ફેબ્રુઆરી તથા ફરીથી ૧૩-૧૪ ફેબ્રુઆરી દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન નોર્મલ કરતાં નોંધપાત્ર રીતે વધુ રહેવાની શક્યતા છે.
૧૦ થી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન રાત્રિ અને વહેલી સવારના તાપમાનમાં ૨ ડીગ્રી થી ૩ ડીગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે તાપમાન નોર્મલ નજીક આવશે, પરંતુ નોર્મલ કરતાં ઓછું રહેવાની શક્યતા નથી.
દિવસ દરમિયાનનું તાપમાન પણ સામાન્ય કરતાં વધુ રહેતું જોવા મળશે. હાલ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં મહત્તમ તાપમાન ૩ ડીગ્રી થી ૬ ડીગ્રી સામાન્ય કરતાં વધુ છે.
કેટલાક દિવસોમાં તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ કુલ મળીને દિવસ દરમિયાન હવામાન ફેબ્રુઆરી માટે અસામાન્ય રીતે ગરમ જ રહેશે.
પવનો મુખ્યત્વે ઉત્તરથી ઉત્તરપૂર્વ દિશામાં ફૂંકાશે. કેટલીક વખત, ખાસ કરીને કચ્છ અને પヘમિ સૌરાષ્ટ્રમાં, પવનની દિશા ઉત્તરપヘમિ તરફ ફેરવાઈ શકે છે.
પવનની ઝડપ સામાન્ય રીતે હળવીથી મધ્યમ રહેશે અને સપ્તાહ આગળ વધતા તેમાં ધીમે ધીમે વધારો થવાની શક્યતા છે.
૯ ફેબ્રુઆરીના રોજ કચ્છમાં ઝાકળ પડવાની શક્યતા છે. ૧૦ ફેબ્રુઆરીના રોજ કચ્છ અને પヘમિ સૌરાષ્ટ્રમાં વહેલી સવારના સમયે ઘન ઝાકળ જોવા મળી શકે છે.
૧૧ થી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન આકાશમાં છૂટાછવાયા વાદળો જોવા મળી શકે છે, જોકે કોઈ મોટી હવામાન ખલેલની શક્યતા નથી.
કુલ સારાંશઃ ફેબ્રુઆરી મહિનામાં અત્યાર સુધી હવામાન નોર્મલ કરતા વધુ ગરમ રહ્યું છે અને હાલ કોઈ નોંધપાત્ર ઠંડી લહેરના સંકેત નથી. સપ્તાહના મધ્ય ભાગ દરમિયાન થોડા દિવસો માટે રાત્રિ અને વહેલી સવારમાં તાપમાન થોડું ઘટી શકે છે, પરંતુ કુલ મળીને ગુજરાતમાં ઓછી ઠંડી નો માહોલ જ પ્રભુત્વ રાખશે.
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
