News of Saturday, 7th February 2026
ગુલાબના રંગો અને તેમનો અર્થ વેલેન્ટાઇન વીકનો આજ થી પ્રારંભ
આજે ૭ મી ફેબ્રુઆરી... રોઝ ડે રોઝ ડેનું અનેરું મહત્વ : રોઝ ડે થી લઈ ને વેલેન્ટાઇન ડે સુધી યુવા પેઢીની અનેરી ઉજવણી

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ આજે ૭ મી ફેબ્રુઆરી એટલે કે રોઝ ડે... આજની યુવા પેઢી આ દિવસ ની રોઝ ડે તરીકે ઉજવણી કરે છે.
આમ તો ફેબ્રુઆરી માસ નું બીજું અઠવાડિયું એટલે જાણે યુવા ધન માટે અનેરા આનંદ નુ અઠવાડિયું ,૭ ફેબ્રુઆરી થી ૧૪ ફેબ્રુઆરી સુધી રોજ વિવિધ ડે ની ઉજવણી કરાતી હોય છે, જેમ કે રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકોલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે, હગ ડે, કિસ ડે અને વેલેન્ટાઇન ડે એમ ૭ ફેબ્રુઆરી થી ક્રમશઃ ૧૪ ફેબ્રુઆરી સુધી ઉજવાય છે.
આમ તો આ ઉજવણી આપણી સંસ્કૃતિ નથી આ પાヘાત્ય સંસ્કૃતિ ની દેન છે, કહેવાય છે કે રોમન સંત સેન્ટ વેલેન્ટાઇન ને પ્રેમી ઓ માટે બલિદાન આપ્યું જે પ્રેમ નું અને બલિદાન નું પ્રતીક બન્યું,પરંતુ આજની યુવા પેઢી એ એને ફેશન નો દોર ગણી આવા દિવસો ઉજવવા ગાંડીતૂર થતી જોવા મળે છે.
આવો આપણે રોઝ ડે વિશે જાણીએ તો વેલેન્ટાઈન વીક નો પહેલો દિવસ.. પ્રેમ, લાગણી, સ્નેહ અને મિત્રતાની અભિવ્યક્તિ માટેનો દિવસ મનાય છે,આ દિવસે લોકો પોતાના પ્રેમી/પ્રેમિકા, જીવનસાથી,મિત્ર પરિવારના સભ્ય ને ગુલાબ આપી પોતાની લાગણી વ્યક્ત કરે છે .
રોઝ ડેનું મહત્વઃ ગુલાબને પ્રેમ અને લાગણીનું પ્રતિક માનવામાં આવે છે. શબ્દો વગર લાગણી વ્યક્ત કરવાની સૌથી સુંદર રીત એટલે ગુલાબ, આ દિવસ ખાસ કરીને નવા સંબંધની શરૂઆત, જૂના સંબંધોમાં તાજગી, મિત્રતા અને સ્નેહ વ્યક્ત કરવા, માટે ઉજવાય છે, આજના દિવસે આપણે ગુલાબના રંગો અને તેમનો અર્થ સમજીએ તો લાલ ગુલાબ સાચો પ્રેમ અને રોમાંસ
ગુલાબી ગુલાબ પ્રશંસા અને આભાર સફેદ ગુલાબ શુદ્ધતા અને શાંતિ
પીળો ગુલાબ મિત્રતા અને ખુશી નારંગી ગુલાબ આકર્ષણ અને ઉત્સાહ
રોઝ ડે માત્ર પ્રેમી માટે જ નહીં, માતાપિતા, દિકરાદિકરી, મિત્ર સૌ માટે પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ છે
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
