News of Sunday, 8th February 2026
ગાંધીનગરમાં પોલીસવાનમાં રીલ બનાવવી ભારે પડી : હોમગાર્ડ દશરથ રાવળ સસ્પેન્ડ
જિલ્લા કમાન્ડન્ટની જાણ બહાર સરકારી ગાડીનો ઉપયોગ કરી રીલ બનાવવામાં આવી હતી.

ગાંધીનગરમાં સરકારી વાહનોના દુરુપયોગનો વધુ એક કિસ્સો સામે આવતા કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસવાનમાં બિંદિયા સોમપુરા નામની યુવતીએ રીલ બનાવતા આ કેસમાં હોમગાર્ડ દશરથ રાવળને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તપાસમાં ખુલાસો થયો છે કે ૩ ફેબ્રુઆરીના રોજ દશરથ રાવળ આ યુવતીને (જે તેમની સંબંધી છે) નવા સચિવાલય મૂકવા ગયા હતા, ત્યારે જિલ્લા કમાન્ડન્ટની જાણ બહાર સરકારી ગાડીનો ઉપયોગ કરી રીલ બનાવવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયા બાદ શિસ્તભંગના પગલે હોમગાર્ડ વિભાગે આ આકરું પગલું ભર્યું છે.
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
