News of Sunday, 8th February 2026
વડોદરાના બાપોદ વિસ્તારમાં રતનકુંજ ફ્લેટમાં અચાનક આગ ભભૂકી :રહેવાસીઓમાં ફફડાટ
ફ્લેટના એક ઘરમાં એસીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી: જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલા રતનકુંજ ફ્લેટમાં અચાનક આગ ફાટી નીકળતા રહેવાસીઓમાં ભારે ફફડાટ અને અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, ફ્લેટના એક ઘરમાં એસીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હતી, જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો, જેના કારણે મોટી હોનારત ટળી હતી.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
