તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૨ શુક્રવાર
News of Sunday, 8th February 2026
ગાંધીનગરના ટીંટોડામાં 'ગોરસ ગાંધીનગર રબારી સમાજ' દ્વારા સમૂહ લગ્નમહોત્સવ :51 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા
નવયુગલોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે જીવનની નવી શરૂઆત કરી :સમાજના 30 હજારથી વધુ લોકો માટે ભોજન સમારંભ યોજાયો: લાઈવ ગરબા અને મ્યુઝિકના સથવારે ઉત્સવ જેવો માહોલ સર્જાયો

ગાંધીનગરના ટીંટોડા ખાતે 'ગોરસ ગાંધીનગર રબારી સમાજ' દ્વારા પાંચમા ભવ્ય સમૂહ લગ્નમહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 51 નવયુગલોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે જીવનની નવી શરૂઆત કરી હતી, જેમાં સમાજના 30 હજારથી વધુ લોકો માટે ભોજન સમારંભ યોજાયો હતો. લાઈવ ગરબા અને મ્યુઝિકના સથવારે ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો.
આર્થિક બોજ ઘટાડવાના ઉમદા સંદેશ સાથે આયોજિત આ કાર્યક્રમમાં કન્યાઓને કરિયાવરમાં ઘરઘંટી અને વાસણો જેવી ઉપયોગી ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી. સમાજની આ સંગઠિત પહેલની ચારેકોર પ્રશંસા થઈ રહી છે.
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
