તા. ૧૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૦ શુક્રવાર
News of Monday, 9th February 2026
રાજયમાં વાહનોની સંખ્યા ૩.૧૧ કરોડઃ ૧૦ વર્ષમાં ૭૦ ટકાનો વધારો
વધતા વાહનોની સાથે વધતી ટ્રાફિકની સમસ્યા! : ગુજરાતમાં કુલ પેસેન્જર વ્હીકલમાંથી ૭૫ ટકા ટુ વ્હીલર્સ કારની સંખ્યા છેલ્લા પાંચ વર્ષમાં ૪૦ ટકા જેટલી વધી

અમદાવાદ તા.૯: ગુજરાતમાં કુલ પેસેન્જર વ્હીકલમાંથી ૭૫ ટકા ટુ વ્હીલર્સ કારની સંખ્યા છેલ્લા પાંચ વર્ષમાં ૪૦ ટકા જેટલી વધી ગુજરાતમાં વાહનોની સંખ્યામં છેલ્લા એક દાયકામાં ૭૦ ટકા વધારો થયો છે. વર્ષ ૨૦૧૪-૧૫ સુધી ગુજરાતમાં પેસેન્જર વ્હીકલની સંખ્યા ૧.૬૭ કરોડ હતી હવે તે વધીને ૩.૧૧ કરોડ થઈ ગઈ છે. ગુજરાતમાં હાલ નોંધાયેલા પેસેન્જર વ્હીકલમાંથી ૭૫ ટકા માત્ર ટુ વ્હીલર્સ છે
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ ૨૦૨૪-૨૫માં ગુજરાતમાં પેસેન્જર્સ વ્હીકલની સંખ્યામાંથી ૧.૬૩ લાખ બસ, ૪૯.૫૪ લાખ કાર, ૧૧ લાખ ઓટોરિક્શા, ૨.૪૭ કરોડ ટુ વ્હીલર્સનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૦૦-૦૧માં ગુજરાતમાં કુલ ૪૮.૧૦ લાખ પેસેન્જર વ્હીકલ હતા. આમ, ૨૫ વર્ષમાં પેસેન્જર વ્હીકલની સંખ્યામાં તોતિગ વધારો થયો છે. ટુ વ્હીલરની સાથે કારની સંખ્યા પણ સતત વધી રહી છે.
૧૯૯૦-૯૧માં ગુજરાતમાં માત્ર ૧૫૯૨૭ કાર હતી. આ સંખ્યા ૧૯૯૦-૯૧માં વધીને ૧.૫૫લાખ, ૨૦૦-૦૧માં ૪.૩૮ લાખ, ૨૦૧૦-૧૧માં ૧૨.૧૮ લાખ જ્યારે ૨૦૧૯-૨૦માં ૩૪.૯૨ લાખ નોંધાઈ હતી. ૨૦૧૯-૨૦ની સરખામણીએ ૪૦ ટકાથી વધુનો વધારો થયેલો છે. વર્ષ ૨૦૨૫ પ્રમાણે ગુજરાતની વસ્તી ૭.૩૧ કરોડ છે. આમ, ગુજરાતમાં હાલ પ્રતિ ૨.૩૬ વ્યક્તિએ ૧ પેસેન્જર વ્હીકલ છે
વર્ષ ૨૦૨૪-૨૫માં પેસેન્જર વ્હીકલની સૌથી વધુ સંખ્યા હોય તેમાં અમદાવાદ જિલ્લો મોખરે છે. અમદાવાદમાં ૬૧.૯૩ લાખ વાહન નોંધાયા છે. જેમાં ૪૬.૦૧ લાખ ટુ વ્હીલર અને ૨.૯૧ લાખ ટુ વ્હીલર નોંધાયેલા છે. ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ વ્હીકલની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ૧૨.૧૦ લાખ ટ્રેક્ટર, ૪.૧૫ લાખ ટ્રેલર્સ નોંધાયા છે.
ગુજરાતમાં જીલ્લા પ્રમાણે કુલ પેસેન્સજર વ્હીકલ
જીલ્લો કાર રિકશા ટુ વ્હીલર કુલ
અમદાવાદ ૧૨,૧૪,૯૮ ૨,૯૧,૮૩૯ ૪૬,૦૧,૮૪૭ ૬૧,૯૩,૭૫૮
સુરત ૭,૨૫,૩૮૫ ૧,૩૯,૯૯૨ ૩૭,૪૨,૫૬૧ ૪૬,૨૫,૯૧૪
વડોદરા ૪,૭૦,૧૯૯ ૯૬,૫૮૦ ૨૧,૫૯,૧૯૦ ૨૭,૫૪,૪૭૨
રાજકોટ ૩,૫૫,૯૧૮ ૪૮,૫૪૮ ૨૦,૪૭,૦૯૮ ૨૪,૬૮,૩૯૪
કચ્છ ૧,૮૦,૦૬૨ ૨૪,૪૫૭ ૯,૨૦,૪૨૯ ૧૧,૩૭,૨૬૩
વલસાડ ૧,૭૫,૨૦૬ ૫૧,૦૫૫ ૮,૫૭,૮૪૫ ૧૦,૯૨,૪૪૦
ભાવનગર ૮૭,૮૩૧ ૨૦,૪૩૦ ૮,૫૯,૦૬૬ ૯,૭૪,૨૨૧
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
