<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

અમદાવાદ પોલીસની મોટી કાર્યવાહી: નારોલમાં 'હેલ્મેટ'ની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, ૮૪ લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા દારૂ છુપાવવા માટે અવનવા કિમીયા અપનાવવામાં આવી રહ્યા છે. શહેરના નારોલ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે દરોડો પાડીને હેલ્મેટના બોક્સમાં છુપાવેલી વિદેશી દારૂની મોટી ખેપ ઝડપી પાડી છે.

મુદ્દામાલની વિગત: પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બુટલેગરો ટ્રકમાં હેલ્મેટના બોક્સની આડમાં દારૂની બોટલોની હેરાફેરી કરી રહ્યા હતા જેથી ચેકપોસ્ટ પર કોઈને શંકા ન જાય. પોલીસે આ દરોડા દરમિયાન દારૂ, વાહન અને અન્ય સામગ્રી મળી કુલ ૮૪ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે બે શખ્સોની અટકાયત કરી છે અને આ નેટવર્ક ક્યાં સુધી જોડાયેલું છે તેની તપાસ હાથ ધરી છે.

(10:45 AM IST)