<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

સુરત જિલ્લામાં નવા કીમથી એના એક્સપ્રેસ વે પર આસ્તા નજીક ઉભેલી ટ્રકમાં અથડાતા ટેમ્પોનો ખુરદો: ચાલકનું મોત

ક્રેન મારફતે કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢ્યો પરંતુ ગંભીર ઇજાને પગલે તેનું મોત થયું

સુરત :નવા શરૂ થયેલા ભારત માલા કીમથી એના એક્સપ્રેસ વે પર આઇસર ટેમ્પો વડોદરાથી નાસિક જઈ રહ્યો હતો. ત્યારે મળસ્કે ત્રણ વાગ્યા આસપાસ કીમથી એના એક્સપ્રેસ વે આસ્તા નજીક બે નંબર રિફલેક્ટર વિના ઊભેલી ટ્રક નંબર GJ27X –6406 પાછળ મહારાષ્ટ્રના પુણેનો 43 વર્ષીય સંતોષ ગોરખનાથ ભાગ્યવાન આઇસર ટેમ્પો નંબર MH15JC–9419 મા શુક્રવારે  ભટકાતા કેબીનની ખુરદો બોલી ગયો હતો.ક્રેન મારફતે કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢ્યો હતો. પરંતુ ગંભીર ઇજાને પગલે તેનું મોત થયું હતું.

   પ્રાપ્ત માહતી અનુસાર સુરત જિલ્લાના કીમથી એના એક્સપ્રેસ વે પર આઇસર ટેમ્પો વડોદરાથી નાસિક જઈ રહ્યો હતો. ત્યારે મળસ્કે ત્રણ વાગ્યા આસપાસ કીમથી એના એક્સપ્રેસ વે આસ્તા નજીક બે નંબર રિફલેક્ટર વિના ઊભેલી ટ્રક નંબર GJ27X –6406 પાછળ મહારાષ્ટ્રના પુણેનો 43 વર્ષીય સંતોષ ગોરખનાથ ભાગ્યવાન આઇસર ટેમ્પો નંબર MH15JC–9419 મા શુક્રવારે  ભટકાતા કેબીનની ખુરદો બોલી ગયો હતો આઇસર ટેમ્પો સંતોષ ગોરખનાથ ભાગ્યવાન અકસ્માતમાં ગંભીર ઇજા કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું  સુરત જિલ્લામાં નવા શરૂ થયેલા ભારત માલા કીમથી એના એક્સપ્રેસ વે પર એક મહિનામા અકસ્માતની ત્રણ ગોઝારી ઘટનામા બની ચુકી છે,

  આ ઘટનામાં એક ક્લીનર તેમજ 2 ચાલકના મોત નીપજી ચૂક્યા છે.ગત જાન્યુઆરીમા હલધરુ નજીક એક્સપ્રેસ વે પર ટ્રકની કેબિનમાં રહેલા ક્લીનરનું મોત નિપજ્યું હતું.જયારે અઠવાડિયા પહેલા જ સેગવા નજીક બંધ પડેલા ટેમ્પા સાથે પાછળથી ભટકાડેલા અજાણ્યા વાહન વાહન ભટકાડી ફરાર થતા ચાલકનું મોત નીપજી ચૂક્યું છે.

(11:24 AM IST)