News of Monday, 9th February 2026
સુરત શહેરમાં ચાલુ વાહને બે જ સેકન્ડમાં મહિલાના ગળામાંથી સોનાની ચેઈન ઝૂંટવી ફરાર થયેલ રીઢા ગુનેગાર શાહિલ ઉર્ફે શાહુ શેખને પકડતી ઉઘના પોલીસ
લીબાયતના પ્રતાપ નગરના રીઢા ગુનેગારને ઝડપી લેવા પોલીસે 200 થી વધુ સીસીટીવી ફૂટેઝ જોયા : 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

સૂરત તા.૯ : વિશ્વમાં સોનાના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે સુરત શહેરમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ગત 31 જાન્યુઆરીના રોજ શહેરના ઉધના અને અડાજણ વિસ્તારમાં માત્ર પોણા કલાકના અંતરે બે ગૃહિણીને નિશાન બનાવી સોનાની ચેઇન આંચકી લેનાર રીઢા ગુનેગારને ઉધના પોલીસે 200થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ બાદ આખરે રંગ લાવી હતી અને પોલીસે આરોપી શાહિલ ઉર્ફે શાહુ શેખની ધરપકડ કરી રૂ. 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.એક જ દિવસમાં બે વિસ્તારોમાં ચેઇન સ્નેચિંગની ઘટના બની હતી જેમાં પેહલી અડાજણ અને બીજી ઉંઘના ઘટના બની હતી
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓ હવે આમ બની રહ્યું છે પોલીસે ફુટ પ્રેટોલીગ વાઘરમાં આવ્યા બાદ પણ ઘટના બની હતી
ઉધના ગામના કર્મકાંડી બ્રાહ્મણની પત્ની સોનમબેન દવે (ઉં.વ. 37) પોતાના પુત્ર સાથે મોપેડ પર જઈ રહ્યા હતા. તેરાપંથ ભવન પાસે જ્યુપીટર મોપેડ પર આવેલા આ જ શખસે સોનમબેનના ગળામાંથી 8 ગ્રામની સોનાની ચેઇન (કિંમત આશરે રૂ. 1 લાખ) આંચકી લીધી હતી.આ બાબતે ઉંઘના પોલીસ પી આઈ દેસાઈએ તાપસ હાથ ઘારી હતી અને ઉધનાથી લિંબાયત સુધીના 200થી વધુ CCTVનું ચેકિંગ હાથ ઘરવામાં આવ્યું હતું આ બંને ઘટનાઓ સીસીટીવીમાં કેદ થઈ હતી. ઉધના પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. પોલીસે ઉધનાથી લિંબાયત સુધીના 200થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બંને ગુનામાં વપરાયેલ મોપેડ (GJ-5-UC-1023) એક જ હતું અને આરોપીનું છેલ્લું લોકેશન લિંબાયત વિસ્તારમાં મળી આવ્યું હતું. શહેરના સીસીટીવી કેમેરા ચેક કરતા એક મહત્વની કડી હાથ લાગી હતી અડાજણ વિસ્તારમાં બપોરે 2.15 વાગ્યે (અડાજણ): શંખેશ્વર હાઈટ્સમાં રહેતા 31 વર્ષીય જ્યોત્સનાબેન પટેલ નિશાલ આર્કેડ પાસે જૈન ધર્મના પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા. વૈષ્ણોદેવી લાઈફ સ્ટાઈલ પાસે એક મોપેડ ચાલક તેમની બાજુમાંથી પસાર થઈ ગળામાંથી રૂ. 14 હજારનો અછોડો ઝૂંટવી ફરાર થઈ ગયો હતો. જેમાં પણ ઇન સ્નેચિંગ કરતો યુવક દેખ્યો હતો પીઆઇ દેસાઈ એ તપાસ એ દિશા આગળ વાઘરી હતી આખરે ઉંઘના પોલીસ ની ટિમ મેહનત રંગ લાવી હતી પોલીસે ચોક્કસ બાતમીના આધારે શાહિલ ઉર્ફે શાહુ શેખને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ચોરીની ચેઇન અને ગુનામાં વપરાયેલ વાહન સહિત કુલ 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ સાથે ઉધના અને અડાજણ પોલીસ મથકે નોંધાયેલા બે મહત્વના ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીએ અન્ય કોઈ સ્થળે આ પ્રકારે લૂંટ ચલાવી છે કે કેમ તે બાબતે વધુ તપાસ હાથ ઘારી છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
