News of Monday, 9th February 2026
ખેતરોમાં વીજપોલ મામલે વીજ કંપનીઓ પર દાદાગીરીનો આરોપ: આગેવાનો દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત
ખેડૂતોની અનેક વીઘા જમીન વીજપોલના લીધે કપાતમાં જતી હોવાનો આરોપ: કપાત જમીન મુદ્દે ખેડૂતોને યોગ્ય વળતર આપવા માગ: સરકાર ખેડૂતોને વીજપોલ દીઠ ₹50 હજારનું ભાડુ આપે તેવી રજૂઆત કરાઈ

ગાંધીનગર: ખેતરોમાં વીજપોલ મામલે વીજ કંપનીઓ પર દાદાગીરીનો આરોપ લાગ્યો છે. ખેડૂત આગેવાનો દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરાઈ છે. ખેડૂતોની અનેક વીઘા જમીન વીજપોલના લીધે કપાતમાં જતી હોવાનો આરોપ છે. કપાત જમીન મુદ્દે ખેડૂતોને યોગ્ય વળતર આપવા માગ કરાઈ છે. સરકાર ખેડૂતોને વીજપોલ દીઠ ₹50 હજારનું ભાડુ આપે તેવી રજૂઆત કરાઈ છે. વીજ વાયર પેટે ₹1 કરોડના વળતર, ખેડૂતના એક કુટુંબીને નોકરીની માગ કરાઈ છે. રજૂઆત સાંભળ્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે યોગ્ય મદદની ખાતરી આપી છે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
