<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

અમદાવાદમાં સરકારી આવાસો અન્યને ભાડે આપનાર સામે કાર્યવાહી નહિ કરતા અધિકારીઓને હવે ઠપકા દરખાસ્ત માટે હાજર રહેવા સૂચના

બેદરકાર સરકારી બાબૂઓ સામે હાઉસિંગ કમિટીના ચેરમેન મુકેશ પટેલ લાલઘૂમ:ચેરમેનનો આરોપ છે કે સૂચના બાદ પણ અધિકારી ચેકિંગ સહિતની કામગીરી નથી કરી રહ્યા.

અમદાવાદમાં  સરકારી આવાસો અન્યને ભાડે આપી દેનારા લાભાર્થીઓ સામે કાર્યવાહીની સ્પષ્ટ સૂચના છે. છતાં પણ હાઉસિંગ કમિટીના અધિકારીઓને કોઇ જ રસ ન હોય તેમ કાર્યવાહીના નામે મીંડું છે. ત્યારે બેદરકાર સરકારી બાબૂઓ સામે હાઉસિંગ કમિટીના ચેરમેન મુકેશ પટેલ લાલઘૂમ થયા છે. 

  ચેરમેનનો આરોપ છે કે સૂચના બાદ પણ અધિકારી ચેકિંગ સહિતની કામગીરી નથી કરી રહ્યા. ત્યારે હવે સરકારી બાબૂઓની સાન ઠેકાણે લાવવા 5 ઝોનના તમામ અધિકારીઓને ઠપકા દરખાસ્ત માટે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

 

(9:04 PM IST)