News of Monday, 9th February 2026
રાજ્યના ખૂણેખાંચરે પણ ઈન્ટરનેટ સેવા પહોંચે તે માટે ગુજરાત સરકારે એલન મસ્કની કંપની સ્પેસ એક્સ સાથે હાથ મિલાવ્યા
રાજ્યવ્યાપી ડિજિટલ ઇન્ફ્રકાસ્ટ્રક્ચરની દિશામાં આ પગલું એક માઈલસ્ટોન સાબિત થશે

અમદાવાદ : ગુજરાતના ખૂણેખાંચરે પણ ઈન્ટરનેટ સેવા પહોંચે તે માટે ગુજરાત સરકારે એલન મસ્કની કંપની સ્પેસ એક્સ સાથે હાથ મિલાવ્યા છે. આ કરારથી ગુજરાતમાં જ્યાં ઓછું નેટવર્ક આવે છે, અથવા જ્યાં કનેક્ટિવિટીની સમસ્યા છે ત્યાં સ્પેસએક્સની મદદ લેવાશે. રાજ્યવ્યાપી ડિજિટલ ઇન્ફ્રકાસ્ટ્રક્ચરની દિશામાં આ પગલું એક માઈલસ્ટોન સાબિત થશે. ગાંધીનગર ખાતે સ્ટારલિંગ ઓપરેશન સ્પેસ એક્સના વાઈસ પ્રેસિડન્ટ લોરેન ડ્રેયર વચ્ચે મુલાકાત થઈ હતી. જેમાં ડિજીટલ ભારતના સપનાને સાકાર કરવા માટે ગુજરાત સરકારે ગુજરાતમાં ડિજિટલ કનેક્ટિવિટી મિશન અને સ્ટ્રેટેજિક ઈનિશિએટિવ્ઝ માટે અનોખી પહેલ કરી છે. જે આગામી સમયમાં ઘણું ફાયદાકારક સાબિત થઈ શકશે.
આ કરારથી રાજ્યમાં ઓછું ટેલિકોમ નેટવર્ક અને કનેક્ટિવિટીની સમસ્યા ધરાવતા અંતરિયાળ અને આદિજાતી વિસ્તારોને ઈ-ગવર્નન્સ ફેસીલીટી કોમન -સર્વિસ સેન્ટરથી સાંકળી લઈને સરકારની સેવાઓ ઝડપી અને સરળતાએ પહોંચાડવાનું આયોજન છે
(9:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
