News of Tuesday, 10th February 2026
વાવ થરાદમાં સ્થાનિક ભુવાજીની કોંગ્રેસના એક નેતાને ટિકિટ મળવાની આગાહી :11 હજાર મતથી જીતશે એવો દાવો કર્યો
ધુણતા ભુવાજીના વેણથી રાજકીય ગરમાવો વધ્યો : સ્થાનિક લોકો અને કોંગ્રેસના કાર્યકરોમાં કુતૂહલ વ્યાપી ગયું

વાવ થરાદમાં સ્થાનિક ભુવાજીએ કોંગ્રેસના એક નેતાને વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ મળવાની આગાહી કરી છે. આ ચૂંટણીમાં તેઓ 11 હજાર મતની લીડથી જીતશે તેવો દાવો પણ કર્યો છે. ધુણતા ભુવાજીના વેણથી રાજકીય ગરમાવો વધ્યો છે. સ્થાનિક લોકો અને કોંગ્રેસના કાર્યકરોમાં કુતૂહલ વ્યાપી ગયું છે. સ્થાનિક ભુવાજીએ કોંગ્રેસના અગ્રણી માંગીલાલ પટેલ અંગે મોટી આગાહી કરી છે. ભુવાજીએ ધુણતા ધુણતા કહ્યું હતું કે, આવનારી ધારાસભાની ચૂંટણીમાં માંગીલાલ પટેલને ટીકીટ મળશે અને તેઓ અંદાજે 11 હજાર વોટના માર્જિનથી વિજયી બનશે. આ આગાહીને લઈને વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે
(12:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
