હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાતમાં 20 એપ્રિલથી વસતિ ગણતરી શરૂ કરાશે :33 સવાલો પૂછવામાં આવશે
19 મે સુધી ચાલશે પ્રક્રિયા; ઘરે બેઠા મોબાઈલથી પણ ભરી શકાશે માહિતી:જાણો કઈ નવી ટેકનોલોજીનો થશે ઉપયોગ.

દેશભરમાં આગામી સમયમાં યોજાનારી 'વસતિ ગણતરી-2027'ને લઈને એક મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના 'ગૃહ મંત્રાલય' એ ગુજરાત માટે વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનું સત્તાવાર સમયપત્રક જાહેર કરી દીધું છે. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, ગુજરાતમાં 20 April, 2026 થી 19 May, 2026 સુધી 'હાઉસ લિસ્ટિંગ' એટલે કે મકાનોની યાદી તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ દરમિયાન સરકારી કર્મચારીઓ ઘરે-ઘરે જઈને તમારી અને તમારા પરિવારની વિગતો એકત્રિત કરશે.
આ પ્રક્રિયા વસતિ ગણતરીનો પ્રથમ અને પાયાનો તબક્કો છે. જેમાં માત્ર વ્યક્તિઓની ગણતરી જ નહીં, પરંતુ દરેક મકાન, રહેણાંક એકમ અને તેમાં ઉપલબ્ધ સુવિધાઓની માહિતી મેળવવામાં આવશે. સમગ્ર દેશમાં આ કામગીરી 1 April થી 30 September સુધી અલગ-અલગ તબક્કામાં ચાલવાની છે, પરંતુ ગુજરાત માટે 20 April થી 19 May નો વિશેષ અને સમયબદ્ધ કાર્યક્રમ ફાળવવામાં આવ્યો છે, જેથી ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ થઈ શકે.
આ વખતે વસતિ ગણતરી ઐતિહાસિક રીતે 'ડિજિટલ' (Digital) અને હાઈટેક બની રહી છે. હાઉસ-ટુ-હાઉસ ગણતરી શરૂ થાય તે પહેલાંના 15 Days માટે નાગરિકોને 'સેલ્ફ ઇન્યુમરેશન' ની સુવિધા આપવામાં આવશે. એટલે કે, જો તમે ઈચ્છો તો સર્વેયર તમારા ઘરે આવે તે પહેલાં જ સરકારના સત્તાવાર 'ઓનલાઇન પોર્ટલ' અથવા મોબાઈલ એપ દ્વારા તમારી માહિતી જાતે ભરી શકશો. આ અંગેની જાણકારી ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે 'ગેઝેટ' માં પ્રસિદ્ધ કરી છે.
સર્વે દરમિયાન નાગરિકો પાસેથી પરિવાર અને ઘરને લગતી ઝીણવટભરી વિગતો મેળવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ વખતે ફોર્મમાં કુલ 33 Questions (પ્રશ્નો) હોઈ શકે છે. જેમાં મકાનની સ્થિતિ (કાચું કે પાકું), પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા, વાહન, રાંધણ ગેસ અને ઘરમાં ઉપલબ્ધ 'ડિજિટલ ગેજેટ્સ' જેવી બાબતોનો સમાવેશ થશે.
આ રાષ્ટ્રીય મહાઅભિયાનને સફળ બનાવવા માટે સરકારે તિજોરી ખોલી દીધી છે અને મોટું બજેટ ફાળવ્યું છે. વહીવટી સરળતા માટે રાજ્ય સ્તરે 10 Lakh, જિલ્લા અને મહાનગરપાલિકા સ્તરે 5 Lakh તથા તાલુકા સ્તરે 1 Lakh સુધીની ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવી છે. આ ફંડનો ઉપયોગ તાલીમ, સ્ટેશનરી અને અન્ય વ્યવસ્થાપન માટે કરવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
