News of Tuesday, 10th February 2026
સરકારી અધિકારીઓની કમલમમાં હાજરીને લઈને કોંગ્રેસે ઉઠાવ્યા કડક સવાલ : લખ્યો રાજ્યપાલને પત્ર :ફોટો પણ જોડ્યા :કાર્યવાહીની માંગણી
કોંગ્રેસે જણાવ્યું છે કે સરકારી કર્મચારી કોઈ પણ પક્ષીય કાર્યક્રમમાં ભાગ નહીં લે અને આ પ્રકારની ઉપસ્થિતિ સરકારી સેવાનિયમોનું ઉલ્લંઘન ગણાય

અમદાવાદ : સરકારી અધિકારીઓની કમલમમાં હાજરીને લઈને કોંગ્રેસે કડક સવાલો ઉઠાવ્યા છે. ભાજપના પક્ષીય કાર્યક્રમમાં હાજર રહેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ રાજ્યપાલને પત્ર લખ્યો, જેમાં ફોટોગ્રાફ પણ જોડ્યું છે. આમાં GTUના કુલપતિ રાહુલ ગજ્જર અને અમદાવાદ સિવિલ સુપ્રિટેન્ડન્ટ રાકેશ જોશી હાજર હતા, જ્યારે સિવિલના પેરોપ્લેજિયા વિભાગના નિયામક પિયુષ મિત્તલ સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
કોંગ્રેસે જણાવ્યું છે કે સરકારી કર્મચારી કોઈ પણ પક્ષીય કાર્યક્રમમાં ભાગ નહીં લે અને આ પ્રકારની ઉપસ્થિતિ સરકારી સેવાનિયમોનું ઉલ્લંઘન ગણાય છે. ત્રણેય અધિકારીઓ કમલમમાં ભાજપના કાર્યક્રમમાં ગયા હતા, જેમાં કુલપતિની હાજરી ખાસ ચર્ચાનો વિષય બની છે, કારણ કે તેમાં પબ્લિક યુનિવર્સિટી એક્ટનું ભંગ થયાનું દાવો કરવામાં આવ્યો છે.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
