<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

સુરતના વેપારીને નગ્ન કરી લાખોની લૂંટ : હનીટ્રેપનો માસ્‍ટર માઈન્‍ડ કાનુ પ્રધાનને પણ અંતે દબોચી લેવાયો...

ગુજરાતભરની વેપારી આલમમાં ચકચારી અને વાયરલ મામલામાં ત્‍વરિત પગલાઓ લેવડાવનાર સચિન જીઆઈડીસી પીઆઇ અકિલા સમક્ષ ચોંકાવનાર પ્રકરણના તાર ખોલે છે

રાજકોટઃ  સુરતના એક ઓન લાઈને વેપાર કરતા વેપારીને એક યુવતી મારફત હની ટ્રેપમાં ફસાવી લાખોની લૂંટ કરવાના ગુજરાતભરમાં ચકચારી મામલમાં પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતના માર્ગદર્શનમાં સચિન જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર કુલદીપસિંહ ગોહિલના નેતળત્‍વ હેઠળની ટીમે હની ટ્રેપના માસ્‍ટર માઈન્‍ડ કાનું પ્રધાનની ધરપકડ કરી આખા ષડયંત્રનો પર્દાફાશ કરતા પોલીસ કમિશનર દ્વારા તમામની પીઠ થાબડવામાં આવી છે.

ગઇ તા.૨૫/૦૯/૨૦૨૫ ના રોજ દાખલ થયેલ જેમાં ફરીયાદી શ્રીને કુલ ૦૯ આરોપીઓ રૂપીયા પડાવવા સારૂ ગાળાગાળી કરી શરીરે ઢીક્ક મુક્કી તથા લાકડાના ફટકા વડે માર મારી ગળાના ભાગે તલવાર તથા છરી મુકી જબરજસ્‍તીથી કપડા ઉતરાવી નગ્ન વિડીયો બનાવી રૂ-૪૫૦૦- મેળવી બળાત્‍કારના ખોટા કેસમાં ફસાવી દેવા તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી વધુ રૂપીયાની માંગણી કરી બનાવેલ નગ્ન વિડીયો ફરીયાદી શ્રીના સગા વ્‍હાલાને મોકલી ધાડનો ગંભીર ગુનો આચરેલ છે જેમાં આરોપી કાનુચરણ ઉર્ફે કાનુ પાંડૂસુ પ્રધાન નાઓએ અન્‍ય આરોપીઓ સાથે એકસંપ થઇ એકબીજાની મદદગારી કરી ફરીયાદીશ્રી નાઓ પાસેથી રૂપીયા પાડવવાના ગુનાહિત સમાન હિત રાખી આરોપી કાનુચરણ ઉર્ફે કાનુ પાંડુસુ પ્રધાન નાએ ફરીયાદીશ્રી તથા સાહેદ ગોપાલ લક્ષ્મીપ્રસાદ વર્મા ને તેની બહેનપણી અંજલીબેન D/0 જયપ્રકાશ વિશ્વાનાથ શાહ ને મેડીકલ ઇમરજન્‍સી જરૂર પડેલ છે, જેથી તેની બહેનપણીની મદદ કરવા સારૂ સાથે આવવા જણાવી એકબીજાની મદદગારીથી આખું ષડયંત્ર પાર પાડી ગુન્‍હો આચરેલ, જેને સચિન પોલીસ મથકની સર્વેલન્‍સ ટીમે અથાગ જહેમતથી પર્દાફાશ કરતા ભારે પ્રશંસાપાત્ર બનેલ છે

(2:19 PM IST)