તા. ૪ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૭ શુક્રવાર
News of Tuesday, 10th February 2026
શક્તિપીઠ અંબાજી મંદિરમા ચોંકાવનારી ઘટના : મંદિરના વહીવટદારની ચેમ્બરમાં જ એક પૂર્વ પ્રોફેસરે તેમનું ગળું દબાવી હુમલો કર્યો : મંદિરના સ્ટાફે વહીવટદારને બચાવી હોસ્પિટલ ખસેડ્યા
વહીવટદારનું ગળું દબાવી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગળું દબાવી રાખતા વહીવટદારે બૂમાબૂમ કરી મૂકતા મંદિરનો સ્ટાફ તાત્કાલિક ચેમ્બરમાં દોડી આવ્યો હતો અને વહીવટદારને તેમના ચુંગાલમાંથી છોડાવ્યા

પાલનપુર તા.૧૦ : શક્તિપીઠ અંબાજી મંદિરના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંબાજી મંદિરના વહીવટદારની ચેમ્બરમાં જ એક પૂર્વ પ્રોફેસરે તેમનું ગળું દબાવી હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
શક્તિપીઠ અંબાજી મંદિર ના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંબાજી મંદિરના વહીવટદારની ચેમ્બરમાં જ એક પૂર્વ પ્રોફેસરે વહીવટદારનું ગળું દબાવી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગળું દબાવી રાખતા વહીવટદારે બૂમાબૂમ કરી મૂકી હતી, જેના કારણે મંદિરનો સ્ટાફ તાત્કાલિક ચેમ્બરમાં દોડી આવ્યો હતો અને વહીવટદારને તેમના ચુંગાલમાંથી છોડાવ્યા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
