<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

અમદાવાદમાં સોસાયટીઓમાં 70-20-10 અંતર્ગત હવે એર સેન્સર અને સીસીટીવી પણ લાગવી શકશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જાહેર કરવામાં આવેલા બજેટમાં આ જોગવાઈ કરવામાં આવી

અમદાવાદીઓ 70-20-10 અંતર્ગત હવે સોસાયટીમાં એર સેન્સર અને સીસીટીવી પણ લાગવી શકશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જાહેર કરવામાં આવેલા બજેટમાં આ જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ શહેરના હદ વિસ્તાર અને વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં સમાવિષ્ટ થયેલ વિસ્તારોમા મોટા પ્રમાણમાં રહેણાકની સોસયટીઓ બની છે તેમજ બની રહી છે. સોસાયટીમાં બનતી ગુનાખોરીનું પ્રમાણ અટકાવવા સોસાયટીમાં વસવાટ કરતા નાગરિકોને તેઓની સોસાયટીઓમા સી.સી.ટી.વી. કેમેરા લગાવવા પ્રોત્સાહન મળે તે માટે અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની હદની રહેણાંક સોસાયટીઓમાં 70:20:10 યોજના અંતર્ગત સી.સી.ટી.વી. કેમેરા લગાવવા માટે જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈને પગલે શહેરની મોટાભાગની સોસાયટીઓ સીસીટીવીટી થી સજ્જ બનશે.

એરપોલ્યુશન ઘણા જીવાણુઓનું વાહક છે. જેનાથી શ્વાસ, અસ્થમા, એલર્જી તથા કેફસાના રોગોમાં એરપોલ્યુસન મહત્વનો ભાગ ભજવે છે. શહેરના નાગરિકોને આવા પ્રકારના રોગો સામે રાહત મળે તથા આ બાબતે લોક જાગૃતિ લાવવા માટે અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારમાં આવેલ રહેણાંક સોસાયટીઓમાં 70:20:10 અંતર્ગત એર સેન્સર લગાવવા માટેજોગવાઈ કરવામાં આવી છે

(6:31 PM IST)