તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Wednesday, 11th February 2026
ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છેઃ અમિત ચાવડા
નર્મદા ડેમની આસપાસના ગામોના લોકો જેમણે જમીનો આપી એ જ પીવાના પાણી અને સિંચાઈની સુવિધાથી વંચિત છેઃ SIR ની ફોર્મ ૭ ની ગેરરીતીમાં ભાજપ અને ચૂંટણી પંચની મીલીભગત ખુલ્લી પડી ગઈ છે, અમે એક પણ સાચા મતદારનો મતનો અધિકાર નહીં છીનવવા દઈએઃ અમિત ચાવડા

રાજકોટ, તા.૧૧: ગુજરાતમાં જન આક્રોશ યાત્રાના આજે ૩જા ફેજના નવમાં દિવસે દક્ષિણ ગુજરાતના ચાલી રહેલ યાત્રા દરમિયાન ગુજરાત પ્દેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ આજે સવારે ૯:૦૦ વાગે અંકલેશ્વરથી પ્રસ્થાન કરીને પરિમન , ભરૂચ સિટી, પંચ ભટ્ટી સર્કલ,મહંમદપુરા સર્કલ, બાયપાસ, કંઠારીયા, દેરોલ, દયાદરા, ત્રાલસ,કોઠી, હિગળા, નબીપૂર, મુલદ, ઝઘડિયા, રાજપારડી, ઉમલ લા, તવડી, પ્રતાપનગર, કાકડવા, ખોજલવાસા, ડુમચાગમ, અમલેઠા, તારોપા, ઢોલર, વીરપોર, રાણીપુરા, ભાગરવાડી, રાજપીપળા પહોંચી હતી. જન આક્રોશ યાત્રાના દક્ષિણ ગુજરાતમાં નવમાં દિવસે વિવિધ વિસ્તારમાં ઉત્સાહભેર યાત્રાનું સ્વાગત કર્યું હતું. યાત્રા દરમિયાન બાઈક રેલી તથા સ્થાનિક લોકો સાથે સંવાદ કરી વ્યથા અને વેદન સાંભળી હતી.
ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો ન આપવાનો સરકારનો નિર્ણય ભરૂચ પ્રત્યેનો અન્યાય અને ભેદભાવ દર્શાવે છે. વસ્તી, ઔદ્યોગિક વિકાસ, આવક અને શહેરી સુવિધાઓ જેવા તમામ માપદંડો પૂર્ણ કરવા છતાં ભરૂચ નગરપાલિકા સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ ચાલી રહ્યું છે. ગરીબોને ઘર આપવાની યોજનાને ભાજપના નેતાઓએ ભ્રષ્ટાચારનું સાધન બનાવી દિધું છે.સાચા લાભાર્થીઓ ભટકી રહ્યા છે, જ્યારે રાજકીય ઓળખ અને લાંચના આધારે અયોગ્ય લોકોને લાભ અપાઈ રહ્યો છે. સરકારની બેદરકારી અને તંત્રની મિલીભગતના કારણે ગરીબોના સપનાઓ પર પાણી ફરી વળ્યું છે.નર્મદા ડેમ માટે પોતાની જમીનો આપનાર આસપાસના ગામોના લોકો આજે પણ પીવાના પાણી અને સિંચાઈ જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત છે.ખેડુતોના ખેતરમાં નર્મદા નદીના પાણી આવી જતા પાકા ખરાબ થઈ જાય છે.જ્યારે નદી કાંઠેના ગામડામાં પાણી ભરાય જતા જન જીવન ખોરવાય જાય છે. આ ઉપરાંત ઉનાળાના સમયમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે.ભાજપ સરકારે ડેમની આજુ બાજુ રહેતા લોકો માટે આપેલા વચન હજી સુધા પૂરા કર્યા નથી.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, ડબલ એન્ઝીનની સરકારે ખેડુતો સાથે સહાય પેકેજના નામે ખુલ્લી મશ્કરી કરી રહી છે.કમોસમી વરસાદ, અતિવળષ્ટિ કે પાક નિષ્ફળ જવાની આફત આવે છે, ત્યારે સરકાર દ્વારા મોટા ઉપાડે કરોડો રૂપિયાના ‘‘સહાય પેકેજ''ની જાહેરાતો તો કરવામાં આવે છે. હેક્ટર દીઠ જે વળતર નક્કી કરવામાં આવે છે, તે ખેતીના ખર્ચ જેમ કે બિયારણ અને ખાતરના વધતા ભાવોની સરખામણીએ સાવ નજીવું હોય છે.સહાય મેળવવા માટેના કડક નિયમો, સર્વેની ગોકળગાય ગતિ અને ઓનલાઇન પોર્ટલની આંટીઘૂંટીમાં સામાન્ય ખેડૂત અટવાઈ જાય છે.ખેડૂતને ખરેખર જરૂર હોય ત્યારે વળતરના નામે સરકાર હાથ ઊંચા કરી દે છે. સરકાર ખેડૂતોના આંસુ લૂછવાને બદલે સહાયના નામે મશ્કરી કરી રહી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહ પ્રભારી વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી, બીવી શ્રી નિવાસ જી, પૂર્વ ધારા સભ્ય મહેશભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીનભાઈ શેખ, કરશનદાસ બાપુ ભાદરકા, મુમતાઝબેન પટેલ, ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્ર સિંહ રાણા, પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, મનહરભાઈ પટેલ, શેરખાન પઠાણ સહિત મોટી સંખ્યામાં લોકો, કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
