News of Wednesday, 11th February 2026
AAPમાંથી રાજીનામું આપનાર રાજૂ કરપડાને ભાજપમાં જોડાવવા ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ આપ્યું આમંત્રણ
રાજુભાઇએ પરિવર્તન કરવાનું વિચાર્યું છે તો હું તેમને ભાજપમાં જોડાવવા માટે આમંત્રણ આપું છું તેમ વરમોરાએ કહ્યું હતું.

અમદાવાદ : AAPમાંથી રાજીનામું આપનાર ખેડૂત અગ્રણી રાજૂ કરપડાને, ભાજપમાં જોડાવવા માટે ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ આમંત્રણ પાઠવ્યું છે. રાજુભાઇએ ક્યાં કારણોસર રાજીનામું આપ્યું તેની મને ખબર નથી તેમ વરમોરાએ જણાવ્યું હતું. રાજુભાઇએ પરિવર્તન કરવાનું વિચાર્યું છે તો હું તેમને ભાજપમાં જોડાવવા માટે આમંત્રણ આપું છું તેમ વરમોરાએ કહ્યું હતું.
આજનો દુશ્મન આવતીકાલનો મતદાર છે અને મતદાર કાર્યકર છે, તે ભાજપની વિચારધારા છે. એક કાર્યકર અને પ્રચારક તરીકે હું રાજુભાઇને ભાજપમાં જોડાવવાનું કહું છું. ભાજપ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે, ભાજપનો વર્ટિકલ અને હોરીઝોન્ટલ બન્ને તરફ વિસ્તાર થયો છે.
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
