તા. ૧૭ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૧૫ શુક્રવાર
News of Thursday, 12th February 2026
હવે અનાજ માટે રેશનકાર્ડ ભૂતકાળ બની જશેઃ લાભાર્થીઓને ડિજિટલ ફૂડ કુપન અપાશે
ગુજરાતમાં પોણા કરોડ જેટલા રેશન કાર્ડધારકો, વિશેષ કરીને જરૂરતમંદોને વાજબી ભાવની દુકાનો પરથી મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવવા માટે પડતી હાલાકી દૂર થવા જઇ રહી છે : ખાદ્યાન્ન વિતરણ પ્રણાલીમાં વ્યાપક ફેરફારો, પ્રથમ ફૂડ ATMનો મહાશિવરાત્રિએ ગૃહમંત્રી અમિતભાઈના હસ્તે સાબરમતીથી પ્રારંભ

અમદાવાદ,તા.૧૨: ગુજરાતમાં પોણા કરોડ જેટલા રેશન કાર્ડધારકો, વિશેષ કરીને જરૂરતમંદોને વાજબી ભાવની દુકાનો પરથી મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવવા માટે પડતી હાલાકી દૂર થવા જઇ રહી છે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે ખાદ્યાન્ન વિતરણ પ્રણાલીમાં વ્યાપક રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સની મદદથી રિયલ ટાઇમ મોનિટરિગની સિસ્ટમ ગોઠવી છે. આ ટેકનોલોજીને કારણે હવે લાભાર્થીઓને મળવાપાત્ર અનાજ માટે રેશનકાર્ડ અને ફિગર સ્કેન કરવાની જરૂર પડશે નહીં. એટલે કે, રેશનકાર્ડ ભૂતકાળ બની જશે. નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ બન્ને મહત્ત્વના પગલાં ઉપરાંત ફૂડ ATM શરૂ કરવામાં આવી રહ્યું છે. આ ત્રણેય મહત્ત્વની બાબતોનો ૧૫ ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતામંત્રી અમિતભાઇ શાહના હસ્તે પ્રારંભ થવાનો છે.
રાજ્યમાં ૭૫ લાખ જેટલા રેશન કાર્ડધારકો છે. આ કાર્ડ થકી અંદાજે પોણા ચાર કરોડ જેટલી વસતિને કેન્દ્ર અને ગુજરાત સરકારની અલગ અલગ યોજનાઓમાં અનાજ, દાળ, મીઠુ, ખાદ્યતેલ સહિતની ચીજવસ્તુઓ મળી શકે છે. જોકે, જરૂરતમંદોને વાજબી ભાવની દુકાનોથી અપાતા અનાજ અને ખાદ્યતેલનો જથ્થો બારોબાર સગેવગે થતો હોવાની, ભ્રષ્ટાચાર થતો હોવાની તેમજ અનાજ ઓછું મળતું હોવાની વ્યાપક ફરિયાદો થતી રહે છે. એટલું જ નહીં, રેશન કાર્ડધારકો પૈકી ઘણાં લાભાર્થીને અનાજ ખરીદતી વખતે ફિગર સ્કેન(બાયોમેટ્રિક) ન થતી હોવાની અનેક ફરિયાદો હતી. આ બધી સ્થિતિમાંથી હવે મુક્તિ મળવા જઇ રહી છે. નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્યસચિવ મોના ખંધારે જણાવ્યું છે કે, ટેકનોલોજીના ઉપયોગ થકી અમે આ બધી ફરિયાદોને હવે દૂર કરવા જઇ રહ્યા છીએ.
ખંધારના કહેવા પ્રમાણે, હવે રેશનકાર્ડના સ્થાને ડિજિટલ ફૂડ કૂપન લોન્ચ કરવા જઇ રહ્યા છીએ. આ ડિજિટલ ફૂડ કૂપનમાં QR કોડ રહેશે. આ કોડ સ્કેન કરતાં જ લાભાર્થી મળવાપાત્ર અનાજનો જથ્થો વાજબી ભાવની દુકાનો પરથી મેળવી શકશે. આ સિસ્ટમ સાથે વિભાગ દ્વારા સમગ્ર વિતરણ પ્રક્રિયામાં અનાજનો જથ્થો વાજબી ભાવની દુકાનોને ફાળવવામાં આવશે તેની સાથે લાભાર્થી મ્ય્ કોડ સ્કેન કરીને મેળવશે તેનું રિયલ ટાઇમ મોનિટરિગ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થકી કરી શકાશે. આને કારણે લાભાર્થીઓને અનાજનો જથ્થો ઓછો મળવા અને સમયસર ન મળતો હોવાની ફરિયાદ રહેશે નહીં.
નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ચણા, તુવેર દાળ જેવી દાળોને નિયત માત્રામાં તેના વજન સાથે જ પેકિગમાં સપ્લાય કરશે. જેથી તેના વજનમાં ઘટ કે ગુણવત્તાને લઇને થતી ફરિયાદો મોટાભાગે દૂર થશે. ૧૫ ફેબ્રુઆરીને શિવરાત્રિના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હસ્તે સાબરમતીમાં અનાજનું પ્રથમ ખ્વ્પ્ મશીન, ડિજિટલ ફૂડ કુપન તેમજ વિવિધ દાળના પેકિગ સહિતની બાબતોનો શુભારંભ થશે. અમદાવાદ બાદ દરેક જિલ્લામાં આવા અનાજના ATM મૂકાશે. જેમાંથી લાભાર્થીઓ પોતાની અનુકૂળતા મુજબ તેમને મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી શકશે.(૪૦.૨૩)
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
