<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

સુરતના હજીરા વિસ્તારમાં ખાનગી કંપનીમાં કામ કરતાં 22 વર્ષીય યુવકનું વીજ કરંટ લાગતા મોત

મૃતકના પરિવારજનોએ કંપની પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે પાવર સપ્લાય બંધ કર્યા વગર જ તેને કામ સોંપવામાં આવ્યું હતું

સુરતના હજીરા વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં કામ કરતાં 22 વર્ષીય યુવકનું વીજ કરંટ લાગતા દુર્ભાગ્યપૂર્ણ મોત થયું છે. પ્રાથમિક માહિતી મુજબ યુવક 30થી 40 ફૂટની ઊંચાઈએ સેફ્ટી સાધનોના પૂરતા અભાવમાં કામ કરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. 

 મૃતકના પરિવારજનોએ કંપની પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે પાવર સપ્લાય બંધ કર્યા વગર જ તેને કામ સોંપવામાં આવ્યું હતું. સાથે જ કંપનીના અધિકારીઓએ પોતાની જવાબદારીથી હાથ ખંખેર્યા હોવાનો પણ પરિવારનો દાવો છે. પરિવારે કંપની અને સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

 

(6:32 PM IST)