News of Friday, 13th February 2026
રાજ્યમાં ડ્રગ્સ સિન્ડિકેટના ખાત્મા માટે વધુ એક એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો પ્રારંભ
નો ડ્રગ્સ ઈન ગુજરાત..સૂત્ર કાગળ પર નહિ, ફટાફટ અમલ, રાજકોટ, વડોદરા પછી અમદાવાદ ઝોનમાં પણ ANTF નો મુખ્ય પોલીસ વડા ડો.કે.એલ.એન.રાવ દ્વારા પ્રારંભ CID સાથે ANTF વધુ ત્રણ ઝોનમાં તુર્ત કાર્યરત થશેઃ મિલકત વિરોધી, મહિલા વિરોધી કે બાળકો વિરુદ્ધના અપરાધમાં પોલીસ તુર્ત પગલાં લેવા ક્રાઈમ કોન્ફરન્સમાં પોલીસ મહાનિર્દેશક દ્વારા અમદાવાદની રિજિયોનલ કોન્ફરન્સમાં માસ્ટર પ્લાન જાહેર કરાયો

રાજકોટ, તા.૧૩: નો ડ્રગ્સ ઈન ગુજરાત અભિયાન માત્ર કાગળ પર રાખવાને બદલે રાજ્યના મુખ્ય પોલીસ વડા ડૉ.કે.એલ એન રાવ દ્વારા CID ક્રાઈમ સાથે રાજ્યના ૬ ઝોન પાડી તેમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રાજકોટ, વડોદરા પછી હવે અમદાવાદમાં પણ તેનો પ્રારંભ કરી ડ્રગ્સ સિન્ડિકેટના ખતમ માટે વધુ એક કદમ ઉઠાવ્યું છે. આ માટે એસપી લેવલના લોકેશ યાદવને વિશેષ જવાબદારીઓ પણ આપી છે. અમદાવાદ માટે અધિકારી સ્ટાફ મળી ૨૧૩.નો સ્ટાફ પણ નક્કી કરવામાં આવ્યો છે, તેમ અમદાવાદ શહેર, અમદાવાદ રેન્જ, ગાંધીનગર રેન્જની રિજિયોનલ ક્રાઈમ કોન્ફરન્સ સમયે ડ્રગ્સડો માફીયાઓ અને પેડલરોને સીધો પડકાર આપવા ઘડેલી રણનીતિ વર્ણવતા ડો.કે. એલ એન.રાવે જણાવ્યું હતું.
સાયબર ક્રાઇમ નિષ્ણાતનું ગાંધીનગર ખાતે આખું સ્પેશ્યલ યુનિટ ચાલી રહ્યું છે તેનાથી લોકોને ખૂબ ફાયદો થઈ રહેલ છે, સાયબર માફીયાઓ દ્વારા સિનિયર સિટીઝનોને ડરાવી ધમકાવી અને ડિજિટલ એરેસ્ટ જેવું કોઈ અસ્તિત્વ ન હોવા છતાં ડરાવી ધમકાવી રૂપિયા પડાવવામાં આવે છે, તેવા કિસ્સામાં સિનિયર સીટીઝનોને તુરંત તેમને હિંમત આપી સાથે રહી ગુન્હા દાખલ કરવા રાજ્ય પોલીસ તંત્રને આદેશ આપ્યા છે. વિવિધ વિસ્તારોમાં કોઈ લૂખ્ખા તત્વો માથું ઉચકી સજ્જન લોકોને પરેશાન ન કરે, મિલકત વિરોધી ગુન્હામાં ત્વરિત પગલાઓ લેવા, અને ડિટેક્શન પ્રમાણ સંતોષકારક છે, તે રેશિયો ખૂબ વધારવા પોતાના અનુભવ આધારે રિજિયોનલ ક્રાઈમ કોન્ફરન્સમાં કેટલાક મહત્વના સૂચનો કર્યા હતા. BSF બેક ગ્રાઉન્ડ ધરાવતા અમદાવાદ પોલીસ કમિશનર સહિત સિનિયર જુનિયર ips અધિકારીઓ ઉપસ્થિત રહેલ. CCTV નેત્રમ , વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ મળેલી સફળતાઓ સાથે ૧૧૨ના ઉપયોગ સહિત સાયબર હેલ્પ લાઈન ઉપર આવતા કોલ જેવા લોકોને સીધા સ્પર્શતા પ્રશ્ને માસ્ટર પ્લાન ડીજીપી દ્વારા તૈયાર થયેલ છે તેના ચુસ્ત અમલ.માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
