<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

ગુજરાતમાં વાયુ પ્રદુષણનો રોકેટ ગતિએ વધારો : યુધ્‍ધના ધોરણે પગલા જરૂરી

વાયુ પ્રદુષણથી ભારતમાં રોજ અંદાજે ૪,૫૦૦ થી વધુ મોત ઝેરી હવાને કારણે થાય છેઃ વર્લ્‍ડ બેન્‍ક દ્વારા અગાઉ જાહેર કરવામાં આવેલ રિપોર્ટ મુજબ ભારતની ૧૦૦% ટકા વસ્‍તી હાનિકારક PM2.5 કણોના સંપર્કમાં છેઃ WHOના માપદંડો ઉપર દેશમાં કાર્યવાહી કરવામાં આવે તો દર વર્ષે વાયુ પ્રદુષણથી થતા ૧૫ લાખ જેટલા વધારાના મોત રોકી શકાયઃ થોડા વખત પહેલા ભરૂચમાં AQI આંક ૫૧૩ ઉપર પહોંચી ગયો હતો જ્‍યારે દિલ્‍હીમાં AQI આંક ૪૦૦ ઉપર હતો!

 

 

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૧૩: ભારતમાં વાયુ પ્રદુષણ એ હવે માત્ર પર્યાવરણની ચિંતા નથી પરંતુ જાહેર સ્‍વાસ્‍થ્‍ય માટે સંકટ બનીને સામે આવ્‍યું છે ત્‍યારે અગાઉ કરતાં ગુજરાતમાં પણ હવે વાયુ પ્રદુષણ રોકેટ ગતિએ વધી રહ્યું છે ત્‍યારે રાજ્‍ય સરકાર આ બાબતે જો યુદ્ધના ધોરણે પગલાં નહીં ભરે તો પહેલા વાયુ પ્રદુષણ ઓછું હોવાની ગણનામાં આવતા ગુજરાતમાં પણ વાયુ પ્રદૂષણ આવનારા થોડા વર્ષોમાં ગુજરાતને અજગરી ભરડામાં લઈ લેશે આમ તો રાજ્‍ય સરકાર વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે અનેક પગલાં ભરી રહી છે આમ છતાં વાયુ પ્રદુષણમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે જેનાથી અનેક લોકો ગંભીર બીમારીનો ભોગ બની મોતને ભેટી રહ્યા છે ત્‍યારે રાજ્‍ય સરકારે હવે આ બાબતે ગંભીર બની યુદ્ધના ધોરણે પગલાં ભરવા પડશે.

સમગ્ર ભારતની વાયુ પ્રદૂષણની પહેલા વાત કરીએ તો થોડા વખત પહેલા જીનેવા ખાતે આયોજિત વર્લ્‍ડ ઇકોનોમિક ફોર્મ દરમિયાન જાણીતા ઇકોનોમિસ્‍ટ ગીતા ગોપીનાથે આ મુદા પર ગંભીર ચિંતા વ્‍યક્‍ત કરી જણાવ્‍યું હતું કે ભારતમાં વાયુ પ્રદુષણથી દર વર્ષે ૧૭ લાખ જેટલા મોત થાય છે એ ઉપરથી અંદાજ મૂકીએ તો ભારતમાં થતા દર પાંચમાંથી એક મોત પ્રદૂષિત હવા સાથે જોડાયેલું હોવાનો અંદાજ મૂકી શકાય અને આ આંકડાને રોજે રોજના હિસાબમાં મૂકીએ તો ધ્રુજારી ઉપડી જાય તેમ ભારતમાં દરરોજ ૪,૫૦૦ થી વધુ લોકોના મોત ઝેરી હોવાને કારણે થાય છે.

વર્લ્‍ડ બેન્‍ક દ્વારા અઞાઉ જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્‍યું હતું કે ભારત દેશની સો ટકા વસ્‍તી હાનિકારક ભ્‍પ્‍૨.૫ કણોના સંપર્કમાં છે ઉલ્લેખની છે ભ્‍પ્‍૨.૫ ને વાયુ પ્રદુષણમાં સૌથી ખતરનાક ગણવામાં આવે છે જે જુદા જુદાસ્ત્રોતોમાંથી નીકળી સીધું ફેફસામાં જઈને નુકસાની પહોંચાડે છે.

રિપોર્ટમાં વધુમાં જણાવ્‍યા અનુસાર વાયુ પ્રદુષણથી સ્‍ટ્રોક,હાર્ટની બીમારી,ફેફસાનું કેન્‍સર અને ન્‍યુમોનિયા જેવી ગંભીર બીમારીનો ખતરો પણ વધી જતો હોય છે સતત વાયુ પ્રદુષણમાં રહેતા લોકોમાં જ નહીં પરંતુ થોડા સમય માટે પણ વાયુ પ્રદુષિત હવા લેવાથી અસ્‍થમા, શ્વાસની બીમારી અને ફેફસાની ક્ષમતા ઘટવા જેવી સમસ્‍યા શરીરમાં ઊભી થાય છે.

એક અભ્‍યાસ મુજબ ગર્ભવતી મહિલાઓ માટે તો પ્રદુષિત હવા વધુ ખતરનાક બની જાય છે આના લીધે ઓછા વજનવાળા બાળકોનો જન્‍મ થવો,સમય પહેલા ડીલેવરી થવી અને બાળકના વિકાસમાં પણ અડચણ ઊભી થતી હોય છે.

ધ લેન્‍સેટ પ્‍લેનેટરી હેલ્‍થમાં પ્રકાશિત કરવામાં આવેલ એક લેખ મુજબ જો ભારતમાં વાયુ ગુણવત્તામા WHOના માપદંડોનું પૂરેપૂરું પાલન કરવામાં આવે તો વર્ષ દરમિયાન ભારતમાં અંદાજે વાયુ પ્રદુષણથી થતા ૧૫ લાખ જેટલા વધારાના મળત્‍યુને રોકી શકાય રિપોર્ટમાં દાવો કરવામાં આવ્‍યો છે કે ખાલી ફોસિલ ફયુલ બળવાને કારણે જ સાત લાખથી વધુ લોકોના મોત થાય છે કોલસાથી અંદાજે ચાર લાખ અને બાયોમાસ બળવાથી લગભગ સાડા ત્રણ લાખ મોત થાય છે.

આ બાબતે તજજ્ઞોના જણાવ્‍યા મુજબ પ્રદૂષિત હવાના સંપર્કમાં થોડા સમય માટે આવવાથી પણ શ્વાસ લેવામાં સમસ્‍યા ફેફસાની કામ કરવાની ક્ષમતા અને અસ્‍થમા જેવી બીમારીનો ભોગ બનવું પડે છે જો તમે સતત પ્રદૂષિત હવાના સંપર્કમાં રહેતા હોય તો ફેફસા,હૃદય અને મગજની બીમારીનો ખતરો પણ વધી જતો હોય છે.

આપણે જાણીયે છીએ કે દિલ્‍હીમાં વાયુ પ્રદુષણ ખૂબ જ વધુ છે ત્‍યારે કેન્‍દ્રીય મંત્રી નિતીન ગડકરીએ પણ ચિંતા વ્‍યક્‍ત કરી હતી થોડા વખત પહેલા એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ જાહેરમાં કહ્યું હતું કે દિલ્‍હીમાં હવા ખૂબ જ પ્રદૂષિત છે તેમણે આ બાબતે કહ્યું હતું કે અશ્‍મિભૂત ઇંધણ પેટ્રોલ અને ડીઝલના કારણે થાય છે ભારતમાં આજે પણ આપણે કાચા તેલની આયાત પર ૨૨ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી રહ્યા છીએ અને ઉપરથી વાયુ પ્રદુષણનો ભોગ બનીએ છીએ શું આ આપણો રાષ્‍ટ્રવાદ છે ? આપણે ભારતને વૈકલ્‍પિક ઇંધણ અને જૈવ ઇંધણનો આત્‍મા ન બનાવી શકીએ ?

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે હું અહીં સો ટકા ઇથોનોલ પર ચાલતા વાહનમાં આવ્‍યો છું તમે પણ વીજળીથી અને ઇથોનોલથી ચાલતા વાહનો ખરીદવાનો આગ્રહ રાખો.

હવે વાત કરીયે ગુજરાતની તો ઞુજરાતને પ્રદૂષણ મુક્‍ત કરવા રાજ્‍ય સરકાર જુદા જુદા પગલા ભરી રહી છે એ સાચું છે પરંતુ જે દિશામાં જવું જોયે તે દિશામાં પગલાં ભરાતા નથી રાજ્‍યમાં કોરોના બાદ જો સૌથી મોટું આરોગ્‍ય સંકટ આગામી દિવસોમાં ઉભુ થશે તો એ વાયુ પ્રદુષણથી ઊભું થનાર આરોગ્‍ય સંકટ હશે.

વાહનો અને વિમાનોમાંથી નીકળતો જેરી ધુમાડો હૃદય રોગમાં વધારો થવાનું સૌથી મોટું કારણ છે અને આ અંગે ડોક્‍ટરો પણ જણાવી ચૂકયા છે કે ધુમ્રપાન ન કરનારાઓ પણ શ્વાસની બીમારીનો ભોગ બન્‍યાના અનેક દાખલા સામે આવ્‍યા છે, પ્રદૂષણને કારણે લોકોના ફેફસા કાળા થવા લાગ્‍યા છે.

૨૦૨૨ માં પ્રદૂષણથી ભારતમાં ૧૭ લાખથી વધુ લોકોના મળત્‍યુ થયા હતા હાલ દિલ્‍હીમાં વાયુ પ્રદુષણમાં ૪૦% જેટલો હિસ્‍સો વાહનને લીધે હોવાનું પણ સામે આવ્‍યું છે રાજ્‍યમાં અંકલેશ્વર જી.આઇ.ડી.સી.,ભરૂચ શહેરમાં આવેલા ઔદ્યોગિક એકમો, વિલાયત સાયકા,ઝઘડિયા, રાજપારડી,પાલેજ સહિતની જી.આઇ.ડી.સી.આવેલી છે જેના કારણે છાશવારે હવા અને પાણી પ્રદૂષણની બુમરાણો સામે આવે છે.અહી ઉદ્યોગો બંધ કરવાની વાત નથી પરંતુ વાયુ પ્રદુષણ ધટાડવાની વાત છે ત્‍યારે થોડા દિવસ પહેલા જ સવારે ભરૂચ શહેરનો AQI આંક ૫૧૩ ઉપર જતા સરકારી તંત્રમાં અને લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી.

ઉલ્લેખની છે કે દેશની રાજધાની દિલ્‍હીમાં AQI આંક અવાર નવાર સમાચાર માધ્‍યમોમાં ચમકે છે તેના કરતાં પણ વધુ ભરૂચમાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો.

રાજ્‍ય સરકાર દ્વારા સુરતમાં પ્રદૂષણ ઘટાડવા માટે તાજેતરમાં જ એક નવો પ્રયોગ કરવાની તૈયારી ચાલી રહી છે જેમાં પ્રદૂષણ કયાં થાય છે તે જોવા માટે મુવીંગ કેમેરા લગાડવાની વાત ચાલે છે શું આ મુવિંઞ કેમેરાથી કે તેની ગોઠવણથી પ્રદૂષણમાં ઘટાડો થઈ શકશે કે પછી જી.પી.સી.બી.ના અધિકારીઓ ચેકિંગના નામે દંડ ફટકારવાની ધમકીઓ આપી પોતાના ખીચા ગરમ કરશે.?

જો કે નિષ્‍ણાતોના જણાવ્‍યા મુજબ કેમેરાની ઞોઠવણથી પ્રદૂષણ ફેલાવતા લોકો અને ઉદ્યોગો જરૂરથી સામે આવશે પરંતુ તમામ લોકો ઝપટમાં આવે એ શકય નથી.

ભરૂચ શહેર અને જિલ્લામાં વાતાવરણ ખૂબ જ પ્રદૂષિત થઈ રહ્યું છે ત્‍યારે પર્યાવરણ વાદીઓ પણ આક્રોશ ઠલવતા રહે છે ત્‍યારે જી.પી.સી.બી.સહિત તેમની સંલગ્ન કચેરીઓ દ્વારા પાણી અને હવામા પ્રદુષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો સામે કેમ પગલાં ભરતા નથી. ? તેમની બેદરકારીને લીધે જ દિવસે દિવસે હવા વધુ પ્રદર્શિત થઈ રહી છે.

સમગ્ર રાજ્‍યમાં વાયુ પ્રદૂષણમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે ત્‍યારે રાજ્‍ય સરકાર ચુનંદા અધિકારીઓની ટીમ તૈયાર કરી કોઈની શેહ શરમમાં આવ્‍યા વગર પ્રદૂષણ ઓકતા એકમો ઉપર કડક પગલાં ભરી યોગ્‍ય કાર્યવાહી કરવી જરૂરી બની છે નહિતર આગામી વર્ષોમાં કોરોના કરતા પણ વાયુ પ્રદુષણ માનવીનો મોટો દુશ્‍મન બને તો નવાઈ નહી.

(3:33 PM IST)